રવિ અગ્રવાલ/વડોદરા: કોર્પોરેશનની સામાન્ય સભામાં લારી મુદ્દે ભાજપ કોર્પોરેટર અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા સભા હંગામેદાર બની હતી. વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં કોગ્રેસના બદલે ભાજપના કોર્પોરેટપ શૈલેષ મહેતાએ ઉગ્ર બોલાચાલી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઘોડીયા રોડ પર આવેલા આયુર્વેદીક કોલેજ પાસેના નારાયણ એપાર્ટમેન્ટના પાર્કિગમાંથી કોર્પોરેશને લારી હટાવી હતી જે મામલે લારીધારકે શૈલેષ મહેતાને રજુઆત કરતા શૈલેષ મહેતાએ કોર્પોરેશનની સભામાં સમગ્ર મુદ્દો ઉઠાવ્યો હતો. શૈલેષ મહેતાએ મ્યુનિસિપલ કમિશનર પર કોઈના કહેવાથી લારી હટાવતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.


પશુપાલકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ખરીદશે 4 કરોડ કિલો ઘાસચારો



સમગ્ર વડોદરામાંથી લારી હટાવવાની સલાહ આપી હતી. તેમજ જો ફરી વખત લારી હટાવાશે તો રોડ પર ઉતરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ધારાસભ્ય અને કોર્પોરેટર શૈલેષ મહેતા ઘુસ્સે થયા હોવા છતાં મ્યુનિસિપલ કમિશનરે સભામાં કાયદા પ્રમાણે જ કાર્યવાહી થશે તેમ કહી રોખડું પરખાવ્યું હતું. તેમજ રોડ રસ્તા પરથી પણ લારી હટાવવા બાંહેધરી આપી.