પશુપાલકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ખરીદશે 4 કરોડ કિલો ઘાસચારો

રાજ્યમાં પાણીની સતત વકરી રહેલી સમસ્યા વચ્ચે રાજ્ય સરકારે દાવો કર્યો છે કે, જુલાઇ મહિના સુધી ચાલે તેટલું પાણી નર્મદા ડેમમાં ઉપલબ્ધ છે. રાજ્યમાં લોકોને તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બે દિવસ પહેલા રાજ્ય સરકારે ઘાસચારાને લઇને મહત્વનો નિર્ણય લીધો હતો.
 

પશુપાલકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ખરીદશે 4 કરોડ કિલો ઘાસચારો

હિતલ પારેખ/ગાંધીનગર: રાજ્યમાં પાણીની સતત વકરી રહેલી સમસ્યા વચ્ચે રાજ્ય સરકારે દાવો કર્યો છે કે, જુલાઇ મહિના સુધી ચાલે તેટલું પાણી નર્મદા ડેમમાં ઉપલબ્ધ છે. રાજ્યમાં લોકોને તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બે દિવસ પહેલા રાજ્ય સરકારે ઘાસચારાને લઇને મહત્વનો નિર્ણય લીધો હતો.

જેમાં વધુ 3 થી 4 કરોડ કિલો ઘાસચારો ખરીદવામાં આવશે. તો સાથે જ ઉત્તર ગુજરાતના 600થી વધુ તળાવોમાં પાણી ભરવામાં આવી રહ્યું છે. બીજી તરફ પાટણના સાંતલપુર ખાતે પણ પાણી પહોંચાડાઇ રહ્યું છે. કચ્છ માટે પણ સરકારે અલગ વ્યવસ્થા કરી હોવાનો નાયબ મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો. રાજ્યમાં પાણીની કોઇ તકલીફ ન પડે તે માટે સરકારે આયોજન કર્યું છે. અને જ્યાં પણ અછત છે ત્યાં ટેન્કર મોકલીને પાણી પહોંચાડાઇ રહ્યું છે.

રાજ્યમાં પડી રહેલી પાણીની તકલીફને કારણે મોટા ભાગના વિસ્તારોમાં પશુઓ અને લોકોને પીવાના પાણી માટેની સમસ્યાઓ છે. રાજ્યમાં પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા અલગ-અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. પશુઓ માટે રાજ્ય સરકાર ત્રણથી ચાર કરોડ કિલો જેટલો ઘાસચારો ખરીદવાનો નિર્ણય પણ કર્યો છે. જે અંગેની માહિતી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news