ઉદય રંજન/અમદાવાદ: સરખેજ વિસ્તારમાંથી ચાર વર્ષની બાળકીના અપહરણ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. ચાર વર્ષની બાળકીનું અપહરણ કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી. જોકે અપહરણ શા માટે કર્યું તે અંગે પોલીસે આરોપીઓને પૂછપરછ હાથ ધરી છે. મહત્વનું છે કે ઝડપાયેલ બંને આરોપી સાળો બનેવી હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં શક્તિસિંહ ગોહિલને પ્રમુખ બનાવવાના આ છે કારણો,કોંગ્રેસમાં ગુજરાતનું કદ વધશે


સરખેજ પોલીસની કસ્ટડીમાં રહેલા બે આરોપીના નામ અરવિંદ ભીખાભાઈ ચૌહાણ અને સરમણ જેઠા ભાઈ વાઘેલા છે. બંને આરોપી સાણંદ બ્રિજની નીચે સાવરણી વેચવાનો વ્યવસાય કરે છે. એક દિવસ પહેલા બંને આરોપીએ બ્રીજના નીચે રમતી ચાર વર્ષની બાળકી જાનવી નું અપહરણ કર્યું હતું. બાદમાં બાળકીને વિરમગામ પાસે એક હોટલ નજીક મૂકી ફરાર થઈ ગયા હતા. જોકે બાળકીના અપહરણની ફરિયાદ મળતા પોલીસે આરોપીઓની શોધખોળ કરતા તે હળવદ પાસેથી મળી આવ્યા હતા જેથી પોલીસે બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


રાજકીય વર્તુળમાં મોટું વાવાઝોડું, શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત કોંગ્રેસના નવા સુકાની


સરખેજ પોલીસે બાળકી અપહરણ મામલે બંનેની ધરપકડતો કરી. પરંતુ અપહરણનું કારણ હજી સુધી સામે નથી આવ્યું. જેથી બંને આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે પોલીસને આરોપીની વર્તણુક પર આ શંકા છે. બાળકીનું અપહરણ કરી ભીક્ષુક વૃત્તિ અથવા બાળમજૂરી કરાવવાનું કાવતરું આરોપી રચી રહ્યા હોવાનું પોલીસ માની રહી છે. સાથે જ પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે પાડોશમાં રહેતા બંને પરિવારો વચ્ચે મન દુઃખ ના પગલે અપરણ કરવામાં આવ્યું હતું કે કેમ..


ગુજરાતીઓની જિંદગી સાથે રમત! એક્સપાયર્ડ દવાઓનું રિલેબલીંગનું ષડયંત્ર પકડાયું, તમે તો.


ચાર વર્ષની બાળકી વિરમગામની એક હોટલ પાસેથી એકલી મળી આવતા પોલીસે બાળકીના મેડિકલ તપાસ પણ કરાવી હતી. જે બાદ બાળકી સાથે કોઈ અઘટિત કૃત્ય ન થયું હોવાનું સામે આવ્યું છે. જેથી અપહરણના ગુનામાં શાળા બનેવી બંનેની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ અપહરણનું કારણ જાણવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


ચક્રવાતે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતના આ વિસ્તારોમા ભારે પવન સાથે વરસાદની આગાહી