નવસારી : નાની અમસ્તી વાતે ગુસ્સાનું રૂપ લીધું અને ગુસ્સામાં કૌટુંબિક ભાઈની સાથે મારામારી કરી, તેને રસ્તા પર પછાડી પછાડીને મોતને ઘાટ ઉતરતા પિતરાઈ ભાઈએ હત્યાના ગુનામાં જેલની હવા ખાવી પડી છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામે ગણેશ ફળિયામાં રહેતા હિતેશ અને કલ્પેશ પટેલ તથા તેમના જ ફળિયામાં રહેતો કૌટુંબિક ભાઈ વિશાલ પટેલ તેમજ અન્ય યુવાનો બે દિવસ અગાઉ નજીકના કુકેરી ગામે લાકડા ભરવા મજૂરીએ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


UAE ના ડુબી રહેલા કાર્ગો જહાજની વ્હારે આવ્યું કોસ્ટગાર્ડ, 20 ભારતીયોને બચાવી લેવાયા


દરમિયાન લાકડા સાચવીને આપવાની વાત કરતા હિતેશ સાથે વિશાલ પટેલે ઝઘડો કર્યો હતો. વાત ઝપાઝપી સુધી પહોંચી હતી. જોકે વિશાલ ઘરે આવશે, તો પતાવી દેવાની ધમકી હિતેશને આપી ત્યાંથી રાનવેરીકલ્લા આવી  ગયો હતો. મજૂરીથી પરત ફરેલા હિતેશ સાથે વિશાલે તેના ઘરે જઈ, બપોરના ઝઘડાની અદાવત રાખી ફરી બોલાચાલી કરી હતી અને હિતેશને બે તમાચા ચોડી દીધા હતા. જેથી હિતેશની પત્ની પતિને બચાવવા વચ્ચે પડતા આક્રોષિત વિશાલે તેને પણ માર માર્યો હતો.



GUJARAT CORONA UPDATE: નવા 665 કેસ, 536 રિકવર થયા એક પણ મોત નહી


આ દરમિયાન હિતેશનો નાનો ભાઈ કલ્પેશ ઘરે આવતા, વિશાલે તેની સાથે પણ મારામારી કરી હતી. તેને ડામરના રસ્તા પર પછાડતા જ કલ્પેશના માથામાં ગંભીર ઇજા થતા લોહીલુહાણ હાલતમાં બેહોશ થયો હતો. જેને તાત્કાલિક નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્ર પર લઈ જવાતા ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ હત્યારો વિશાલ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. સમગ્ર મુદ્દે ચીખલી પોલીસને ઘટનાની જાણ થતા ઘટમાં સ્થળે પહોંચી મૃતક કલ્પેશના મૃતદેહને પીએમ અર્થે ચીખલી રેફરલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે વિશાલ પટેલ સામે હત્યાનો ગુનો નોંધી એને ગણતરીના કલાકોમાં ઝડપી, તેની ધરપકડ કરી જેલના સળિયા ગણાતો કરી દીધો હતો. રાનવેરીકલ્લા ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે નાની વાતે થયેલો ઝઘડો મારામારી અને ત્યારબાદ હત્યા સુધી પહોંચ્યો હતો. ત્યારે નાની નાની વાતે ગુસ્સો કરી મારામારી કરવા તલપાપડ થઈ જતા યુવાનો માટે રાનવેરીકલ્લાની ઘટના ચોંકાવનારી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube