UAE ના ડુબી રહેલા કાર્ગો જહાજની વ્હારે આવ્યું કોસ્ટગાર્ડ, 20 ભારતીયોને બચાવી લેવાયા
ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દિલધડક રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય કોસ્ટગાર્ડના મેરીટાઇમ રેસક્યું કોર્ડીનેશન સેન્ટરને એક ઇમરજન્સી કોલ મળ્યો હતો. જેમાં UAE નાં ખોર ફક્કનથી કારવાર તરફ જતા ગ્લોબલ કીંગ 1 નામના કાર્ગો જહાજમાં પાણી ભરાઇ રહ્યું હોવાની માહિતી મળી હતી. જેના પગલે પોરબંદરના દરિયાથી 195 કિલોમીટર દુર પસાર થતા કાર્ગો જહાજની મદદ ભારતીય કોસ્ટગાર્ડ પહોંચ્યું હતું.
Trending Photos
પોરબંદર : ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દિલધડક રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય કોસ્ટગાર્ડના મેરીટાઇમ રેસક્યું કોર્ડીનેશન સેન્ટરને એક ઇમરજન્સી કોલ મળ્યો હતો. જેમાં UAE નાં ખોર ફક્કનથી કારવાર તરફ જતા ગ્લોબલ કીંગ 1 નામના કાર્ગો જહાજમાં પાણી ભરાઇ રહ્યું હોવાની માહિતી મળી હતી. જેના પગલે પોરબંદરના દરિયાથી 195 કિલોમીટર દુર પસાર થતા કાર્ગો જહાજની મદદ ભારતીય કોસ્ટગાર્ડ પહોંચ્યું હતું.
પોરબંદર કોસ્ટગાર્ડે એર એન્કલેવ ખાતે હાલમાંજ કમિશન થયેલા બે એએલએચ ધ્રુવ ચોપર્સની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઇ હતી. પાણી ભરાયેલા જહાજમાં 6 હજાર ટન બિટ્યુમીન કોલસો હતો. કોસ્ટગાર્ડ દ્વારા રેસક્યું કરવામાં આવેલા ક્રૂ મેમ્બરોમાં 20 ભારતીય, 1 પાકિસ્તાની અને 1 શ્રીલંકનક્રૂ મેમ્બર હતા. જો કે તમામને સુરક્ષીત રીતે બચાવી લેવાયા હતા.
બચાવાયેલા 22 જેટલા ક્રૂ મેમ્બરોને કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર અને જહાજની મદદથી રેસક્યું કરીને પોરબંદર કોસ્ટગાર્ડ ખાતે લાવવા માટે તાજવીજ હાથ ધરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર બે દિવસથી દરિયો ગાંડોતુર બબન્યો છે. પોરબંદરના કિનારાના વિસ્તારોમાં પણ દરિયાનાં મોજા ખુબ જ ઉંચા ઉછળી રહેલા જોવા મળે છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સુચના અપાઇ ચુકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે