સુરત : ગુજરાતમાં આજે અકસ્માતનો સિલસિલો યથાવત્ત રહ્યો છે. આજે સુરતથી ઉપડેલી અને પરત ફરી રહેલી એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. બસનું ટાયર ફાટવાના કારણે બસ ખીણમાં ઉતરી ગઇ હતી. ડ્રાઇવરે બસ પર કાબુ મેળવવા માટેનો પ્રયાસ કર્યો હતો.  જો કે બસ ખીણમાં ઉતરી ગઇ હતી. આ અકસ્માતમાં પ્રાથમિક અહેવાલમાં બે મહિલાઓનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. બસ 50 પ્રવાસીઓ સાથે સાપુતારા માલેગામ હાઇવે પર સુરત પરત ફરી રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર  અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો હતો. સુરતની ખાનગી બસ ટાયર ફાટવાને કારણે ખીણમાં ખાબકી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. સુરતના 50 થી વધારે પ્રવાસીઓ બસમાં હતાં. તમામ ઈજાગ્રસ્તોને 108 દ્વારા નજીકના સી.એચ.સી શામગહાન ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મંત્રી પુર્ણેશભાઈ મોદીએ સાપુતારા નજીકના તમામ કાર્યકરોને મુસાફરોની મદદે પહોંચવા વ્હોટ્સએપ વોઇસ સંદેશ મારફત વિનંતી કરી હતી. મહિલાઓને નાની મોટી ઇજા, ઇજાગ્રસ્તોને સાપુતારા અને સામગહાન આરોગ્ય કેન્દ્ર પર લઈ જવામાં આવી રહ્યા છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, પરિવાર સાથે પ્રવાસે જઇ રહેલી આ લક્ઝરીમાં મહિલાઓ અને પુરૂષો ઉપરાંત મોટા પ્રમાણમાં બાળકો પણ હોવાથી સમગ્ર હાઇવે પર આક્રંદ ફેલાયો હતો. સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ચુક્યો છે. રાહત અને બચાવકામગીરી પુરજોરમાં ચાલી રહી છે. હાઇવે પરનો ટ્રાફીક ક્લિયર કરાવવા માટેની પ્રક્રિયા પણ ચાલી રહી છે. આ ઉપરાંત સ્થાનિક તંત્ર પણ યુદ્ધના ધોરણે કામગીરી ચલાવી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube