મોરારી બાપુની રામ મંદિર માટે એક હાકલ અને 2 દિવસમાં 18.61 કરોડ રૂપિયા એકત્ર થઇ ગયા
તલગાજરડામાં કથાકાર મોરારી બાપુની રામકથા ચાલી રહી છે. લોકો ટીવી અને ઇન્ટરનેટના માધ્યમથી રામકથાનો લાભ લઇ રહ્યા છે. અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે થોડા દિવસો અગાઉ મોરારી બાપુએ ચાલુ કથાએ 5 કરોડ રૂપિયા એકત્ર કરવાની અપીલ શ્રોતાઓને કરી હતી. જો કે 5 કરોડના બદલે અલગ અલગ દેશો અને આપણા દેશના અનેક હિસ્સાઓમાં રહેલા ભક્તોએ 18.61 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે.
ભાવનગર : તલગાજરડામાં કથાકાર મોરારી બાપુની રામકથા ચાલી રહી છે. લોકો ટીવી અને ઇન્ટરનેટના માધ્યમથી રામકથાનો લાભ લઇ રહ્યા છે. અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે થોડા દિવસો અગાઉ મોરારી બાપુએ ચાલુ કથાએ 5 કરોડ રૂપિયા એકત્ર કરવાની અપીલ શ્રોતાઓને કરી હતી. જો કે 5 કરોડના બદલે અલગ અલગ દેશો અને આપણા દેશના અનેક હિસ્સાઓમાં રહેલા ભક્તોએ 18.61 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે.
અમદાવાદ : જમાલપુર શાકમાર્કેટ ન ખૂલતા ખેડૂતોનો હોબાળો, પોલીસ બોલાવવી પડી
મોરારી બાપુએ કથામાં વ્યાસપીઠ પરથી જણાવ્યું કે જે આપણે તુલસીપત્ર પ્રભુની સેવામાં રાખ્યું છે, તેની છેલ્લી યાદી ગઇકાલ રાત સુધીની અવધી રાખી હતી. આજે મને નિલેશે છેલ્લી યાદી આપી છે. બધા જ પ્રસન્ન થઇ ગયા છે. આપણા દેશમાં કાલે વધી પુરી થઇ ત્યાં સુધીમાં 11 કરોડ 30 લાખ 10 હજાર રૂપિયા પ્રભુસેવામાં અર્પણ કરેલા છે. યુકે અને યુરોપમાંથી 3 કરોડ 20 લાખ 80 હજાર રૂપિયા એકત્ર થયા છે. અમેરિકા, કેનેડા અને અન્ય દેશોમાંથી 4 કરોડ 10 લાખ 10 હજાર રૂપિયા એકત્ર થયા છે. કુલ રકમ 18 કરોડ 61 લાખ રૂપિયા ભક્તોએ પ્રભુ રામને અર્પણ કર્યા છે.
અમદાવાદ: કંટ્રોલમાંથી મેસેજ મળ્યા બાદ ચાંદખેડા પોલીસના દરોડા, 8 જુગારી ઝબ્બે
મોરારી બાપુએ જણાવ્યુ કે, આ રકમ તત્કાલ નહી પણ જેમ જરૂર પડે તેમ મોકલવામાં આવશે. ભારતમાંથી આવેલી રકમ 5 ઓગષ્ટના રોજ મોકલાશે. 5 ઓગષ્ટે આપણા વડાપ્રધાન સહિત વિવિધ ક્ષેત્રના દિગ્ગજો હાજર રહેશે. ત્યારે આ રકમ આપણે મોકલીશું. અયોધ્યા રામ મંદિરની શિલાન્યાસ વિવિધ શરૂ થાય તે પહેલા 11 વાગ્યે આ રકમ પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ભારતની તમામ રકમ 2-3 દિવસમાં પહોંચી જશે. વિદેશની 7 કરોડ 90 લાખ રૂપિયા સલામત હાથમાં રહેે. જ્યારે પણ મંજુરી મળશે કે આ રકમ મોકલી દેવાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર