અલકેશ રાવ/અરવલ્લી: પાલનપુરમાં શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશનર નારાયણ માધુની સરકારી ગાડીની ડીકીમાંથી 10 પેટી વિદેશી દારૂ સાથે બે લોકોને પાલનપુર તાલુકા પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનના માઉન્ટઆબુ માંથી વિદેશી દારૂ ભરી ગુજરાતમાં પ્રવેશી બાઇક ચાલકને ટક્કર મારી પુર ઝડપે જતી સરકારી ગાડીનો પાલનપુર તાલુકા પોલીસ અને પાલનપુર પૂર્વ પોલીસે મહામહેનતે પાલનપુરના ગોબરી રોડ નજીકથી ઝડપી પાડી પોલીસે ગાડીના ચાલક હિતેશ મહેરિયા અને બાજુમાં બેઠેલ તેના કાકાના દીકરા જગદીશ પરમારની અટકાયત કરી અને ગાડીની ડીકીની તલાશી લેતા તેમાંથી 10 પેટી વિદેશી દારૂ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી. અકસ્માત થયેલી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડી નંબર GJ18GB 9779 નંબરની ગાડી ગાંધીનગરના શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશ્નર નારાયણ માધુની હોવાનું સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે.


ગુજરાતીઓ સહિત ભારતીયો આ કારણે છોડી રહ્યા છે દેશ? આ દેશોમાં બની રહ્યું છે બીજુ ભારત


સરકારી ગાડી જોઈન્ટ કમિશનરની જાણ બહાર તેમના ચાલક ગાંધીનગર છોડી રાજસ્થાન લઈને આવે અને તેમાં વિદેશી દારૂ ભરી તેને ગાંધીનગર લઈ જવાતો હોવાની ઘટના અનેક સવાલો ઉભા કરે છે. શુ જોઈન્ટ કમિશનર નારાયણ માધુની જાણ બહાર તેમનો ચાલક ગાડીમાં વિદેશી દારૂની ખેપ મારતો હતો, હાલતો પાલનપુર તાલુકા પોલીસે ગાડી અને વિદેશી દારૂના મુદામાલ સાથે બે લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે હવે જોવાનું એ રહ્યું કે તપાસમાં શુ બહાર આવે છે. 


ગુજરાતમાં આ શું થવા બેઠું છે? સુરતમાં કાદવના જ્વાળામુખી બાદ ફીણવાળું પાણી નીકળ્યું!


પાલનપુરમા સરકારી ગાડીમાંથી દારૂ પકડાયાના મામલે સરકારી ગાડી ગાંધીનગર શિક્ષણ વિભાગની હોવાનું સામે આવ્યું છે. દારૂ પકડાયેલ ગાડી શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશ્નર નારાયણ માધુની હોવાનું ખૂલ્યું છે. ટેલિફોનિક વાતચીતમાં શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશ્નર નારાયણ માધુએ જણાવ્યું છે કે, ડ્રાઇવર કહ્યા વગર ગાડી લઈ ગયા હોય શકે. સમાજીક પ્રસંગમાં પુના હોવાનો નારાયણ માધુએ નિવેદન આપ્યું હતું.


કોણ કહે છે iPhone સૌથી સુરક્ષિત ગેજેટ છે? ગુજરાતમા સામે આવી ચોરીની નવી મોડસ ઓપરેન્ડી


નોંધનીય છે કે, પાલનપુરમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીએ અનેક વાહનોને અડફેટે લીધા હતા. પોલીસે પીછો કરી ઝડપી પાડેલી ગાડીની ડીકીમાંથી 11 પેટી વિદેશી દારૂની બોટલો જપ્ત કરી. પોલીસે ગાડીમાં સવાર બે લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ગાડીના ચાલક હિતેશ મહેરિયા અને જગદીશ પરમારની પાલનપુર તાલુકા પોલીસે અટકાયત કરી હતી. 10 પેટી વિદેશી દારૂ રાજસ્થાનના માઉન્ટ આબુથી ભરીને ગાંધીનગર લઈ  જતા હતા.