ગુજરાતીઓ સહિત ભારતીયો આ કારણે છોડી રહ્યા છે દેશ? આ દેશોમાં બની રહ્યું છે બીજુ ભારત

ભારતની જનસંખ્યા 140 કરોડને પાર થઇ. ચાઇનાને પાછળ રાખી ભારત સૌથી વધુ વસતી ધરાવતો દેશ બન્યો જોકે આ 140 કરોડ વસતી ધરાવત દેશના લાખો નાગરીકો દર વર્ષે ભારતનુ નાગરિત્વ છોડી અન્ય દેશનું નાગરીકત્વ અપનાવે છે.

ગુજરાતીઓ સહિત ભારતીયો આ કારણે છોડી રહ્યા છે દેશ? આ દેશોમાં બની રહ્યું છે બીજુ ભારત

ગૌરવ પટેલ/અમદાવાદ: ભારત દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે જોકે આ અમૃતકાળમાં દેશના નાગરીકો ભારતનું નાગરીક્ત્વ છોડી અન્ય દેશનું નાગરીકત્વ અપવાની રહ્યા છે. વિદેશ મંત્રાલયે જાહેર કરેલા આકડા પ્રમાણે વર્ષ 2022માં 2 લાખ 25 હજાર 620 લોકોએ ભારતની સીટીઝન છાપ છોડી અન્ય દેશની સીટીઝન છાપ અપવાની શા માટે લોકો ભારતને છોડી રહ્યા છે.

ભારતની જનસંખ્યા 140 કરોડને પાર થઇ. ચાઇનાને પાછળ રાખી ભારત સૌથી વધુ વસતી ધરાવતો દેશ બન્યો જોકે આ 140 કરોડ વસતી ધરાવત દેશના લાખો નાગરીકો દર વર્ષે ભારતનુ નાગરિત્વ છોડી અન્ય દેશનું નાગરીકત્વ અપનાવે છે ભારતના વિદેશ મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે વર્ષ 2022માં 2 લાખ 25 હજાર 620 લોકોએ ભારતનું નાગરિકત્વ છોડ્યુ જે વર્ષ વર્ષ 2011ના 1 લાખ 22 હજાર 819 કરતાં લગભણ બમણુ  છે છેલ્લા 11 વર્ષમાં ભારતનું નાગરિકત્વ છોવાડાના આંકડા પર નજર કરીએ તો...

વર્ષ                                 દેશ છોડનાર નાગરીકોની સંખ્યા
2011                                122819
2012                                120923
2013                                131405
2014                                129328
2015                                131489
2016                                141603
2017                                133049
2018                                134561
2019                                144017
2020                                85256
2021                                163370
2022                                225620

પાટીદાર સમાજના આગેવાન અને કોંગ્રેસના સિનિયર વાઇસ પ્રેસીડેન્ટ ડૉ જીતુ પટેલ દેશના વર્તમાન શાસનને દોષીત ગણાવ્યુ અને કટાક્ષ સાથે આક્ષેપ કર્યો કે રાજીવ ગાધીએ આપેલા કમ્પ્યુટરનું અસ્તિત્વ ન રહેતાં જે દેશમાં ભણ્યા બાદ પકોડા તળવાની સ્થિતિ આવતી હોય ત્યાથી વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર વાળા દેશ તરફ વળ્યા છે વિદેશમંત્રી એસ જય શંકર કદાચ એવુ કહેવાનું ભુલી ગયા હશે કે જુઓ મોદી સાહેબના 22 સપ્ટેમ્બર 2019ના હાઉડી(રાઉડી) મોદી કાર્યક્રમની સફળતા બાદ લોકો ત્યાં વળ્યા છે એવુ તેમનુ માનવુ હશે. 

આ અધિકૃત આંકડા છે જે ચોકાવનારા છે પરંતુ ગેરકાયદે રીતે અનેક લોકો પરદેશ જઇ રહ્યા છે જેનો ઉદાહરણ ડિંગુચાનો પરિવાર છે દેશમાં રોજગારીની સમસ્યા સર્જાતા લોકો પરદેશ ગમન કરી રહ્યા છે જે આઠ વર્ષના શાશનની નિષ્ફળતા છે રાજનિતિનું સ્તર ધાર્મિક આધાર પર બનાવ્યુ અને બે રોજગારી તરફ દુર્લક્ષ સેવવામાં આવ્યુ દેશની યુવા પેઢી માટે નવી રોજગારી માટે સરકારે યોજનાઓ બનાવવી જોઇએ.

વિદેશ જવામાં ભારતીયોની પ્રથમ પસંદ અમેરીકા છે અમેરીકા બાદ કેનેડા ઓસ્ટ્રેલીયા અને ઇગ્લેડ સહિતના દેશમાં ભારતીયો વસી રહ્યા છે નોંધનીય છે કે વર્ષ 2021માં 24 નાગરીકોએ પાકિસ્તાની નાગરિકતા સ્વિકારી અમદાવાદમાં લાંબા સમયથી વિઝા કન્સલટન્સી સાથે સંકળાયેલા અજયસિંહના કહેવા પ્રમાણે ભારતમાં ઉત્તમ અભ્યાસ કરનારા લોકોને આઇઆઇટી આઇઆઇએમ કે એનઆઇડી જેની પ્રીમીયમ સંસ્થામાં પ્રવેશ મળતો નથી તેની સમકક્ષ વિદેશી યુનિમાં અભ્યાસ કરવાનું પસંદ કરે છે. ભારતમાં કોઇ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીને સરળતાથી નોકરી નથી મળતી અને જો મળેતો એ મહિને માંડ 12 થી 15 હજાર મહિને કમાય છે જેની સામે વિદેશમાં કલાક ના ડોલર પ્રમાણે વેતન મળે છે જ્યાં વિદ્યાર્થી પોતનો ખર્ચ નિકાળતાં મહિને 40 થી 50 હજાર રૂપિયાની બચત કરી શકે છે.

ભારતમાં વ્યક્તિઓ સામાજીક તાણાવાણા અને દખલ ગીરીને કારણે અમુક પ્રકારના કામ કરતા ખચકાય છે જેની સામે વિદેશમાં સોશિયલ ડિસ્ટર્બન્સ ના હોવાના કારણે શરમ વગર હાઉસ કીપીંગ, હોમડીલીવરી અને સ્ટોર કીપર સહિતના કામનો પણ ત્યાં સ્વીકાર કરે છે. આ સિવાય લોકો સોશિયલ સ્ટેટ્સ અને ક્વોલિટી લાઈફ માટે પણ લોકો વિદેશ જાય છે ઘણા એવા પરિવારો કે જેમને સારી લાઈફ જોઈતી હોય તેઓ ઉદ્યોગ માટે ત્યાં પહોંચે છે વળી ભારત ડબલ સિટીઝનશીપ નથી આપતું એના કારણે ત્યાં પીઆર મળ્યા બાદ ભારતીય નાગરિકત્વ છોડે છે.

ભારતમાં વસતા નાગરીકોને વિદેશનો કટલો મોહ છે તે આ લોકસભામાં રજુ થયેલા આંકડા પરથી ફલીત થાય છે આજે કોલેજમાં અભ્યાસ કરતા મોટા ભાગના વિદ્યાર્થીઓની નજર દેશ બહાર છે તે પોતાના કૌશલ્યનો ઉપયોગ અન્ય દેશમાં સારી આવક મેળવવા માટે કરવા માંગતા હોય તેવુ દેખાઇ રહ્યુ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news