ઉદય રંજન/અમદાવાદ: વટવા વિસ્તારમાં પિતા અને દીકરીના સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. સાવકા પિતાએ એક બાળકી સાથે શારીરિક અડપલા કરીને તેનું શોષણ કરવાનો પ્રયાસ કર્યો , જે મામલે પીડિત દીકરીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતાને ધરપકડ કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપને જીતાડશે પાટીલનું આ માઈક્રોપ્લાનિંગ, 26માંથી 26 જીતવાનો આ કારણે કરે છે દાવો


ચોકાવનારી બાબત એ છે કે આ કિસ્સામાં ભોગ બનનાર પીડીતાની ઉંમર માત્ર 9 વર્ષ છે. બે દિવસ પહેલા ભોગ બનનાર દિકરી તેના પિતા અને માતા ઘરે હતા ત્યારે પિતાએ તેને અન્ય રૂમમાં લઈ જઈ શારીરિક અડપલાં કર્યા હતા. જે બાબતની જાણ પીડિત દીકરીએ તેની માતાને કરી હતી. માતા પણ આ વાત જાણી ચોકી ઉઠી અને ડઘાઈ ગઈ હતી. 


સૌથી મોટા સમાચાર! ફરી અંબાજીના વહીવટી તંત્રએ નિર્ણય બદલ્યો; પુરુષો પણ મહિલાઓ સાથે...


જોકે અંતે પીડિત બાળકીની માતાએ પોલીસ સ્ટેશન તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વર્ષ 2020માં ફરિયાદી માતા અને આરોપી સાવકા પિતાના લગ્ન થયા હતા. આરોપી વટવા વિસ્તારમાં નાનું કારખાનું ચલાવે છે. જ્યારે માતા ઘર કામ કરે છે પોલીસે ફરિયાદના આધારે આ પિતાની ધરપકડ પણ કરી લીધી છે અને તેની વધુ પૂછપરછ માટેની કાર્યવાહી હાથ ધરી છે.


VIDEO VIRAL: ગુજરાત ભાજપના મોટા નેતાની મહિલા સાથેની 'સેક્સ' ચેટ લીક થતાં હડકંપ