સૌથી મોટા સમાચાર! ફરી અંબાજી મંદિરના વહીવટી તંત્રએ નિર્ણય બદલ્યો; પુરુષો પણ હવે મહિલાઓ સાથે....
અંબાજી મંદિર ચાચરચોકમાં આજથી નિયમ બદલાશે. પુરુષો પણ ચાચરચોકમાં ગરબા રમી શકસે. વહિવટી તંત્ર એ ખેલૈયાઓની લાગણીને માન આપી નિર્ણય બદલ્યો. ખેલૈયાઓમાં ખુશીની લાગણી. ચાચરચોકમાં પુરુષો ગરબા રમસે પણ મહિલાઓથી અલગ. ચાચરચોકમાં આજથી મહીલા અને પુરુષો અલગ અલગ વ્યવસ્થા પ્રમાણે ગરબા રમી શકસે.
Trending Photos
ઝી બ્યુરો/બનાસકાંઠા: શક્તિપીઠ અંબાજી ધામમાં ભારતીય નવરાત્રિનો પ્રારંભ થયો છે, ત્યારે પ્રથમ વખત મહિલાઓની ગરીમા જાળવવા માટે મહિલા અને પુરુષો અલગ અલગ ગરબા રમે તેવો નિર્ણય લેવામા આવ્યો હતો. પરંતુ ભારે વિવાદ બાદ ફરી એકવાર મંદિર ટસ્ટ્ર દ્વારા નિર્ણય બદલવામાં આવ્યો છે. ખેલૈયાઓમાં ભારે વિરોધનો સુર ઉઠ્યા બાદ હવે પુરુષોને પણ ચાચરચોકમાં ગરબા રમવાની મંજૂરી અપાઈ છે.
ખેલૈયાઓની લાગણીને માન આપી વહિવટી તંત્રએ નિર્ણય બદલતા ખેલૈયાઓમાં ખુશીનો કોઈ પાર નથી. ગરબા રસિકોએ વહિવટી તંત્રનો આભાર પણ માન્યો હતો. આમ હવે ચાચર ચોકમાં પુરુષો ગરબા રમશે. પરંતુ મહિલાઓથી અલગ આયોજન કરાશે. ચાચરચોકમાં આજથી મહીલા અને પુરુષો અલગ અલગ વ્યવસ્થા પ્રમાણે ગરબા રમશે.
ઉલ્લેખનીય છે કે, પહેલા દિવસે અંબાજીમાં ગરબાની શરૂઆત થતાં ચોકમાં મહીલા ખેલૈયાઓથી ચાચર ચોક ગજવ્યું હતું અને ખૂબ જ હર્ષ ઉલ્લાસથી મહીલાઓ ગરબા રમતા નજરે પડી હતી. જાણે પ્રથમ નોરતે જ ચાચરચોકમાં ઝાકમઝોળ ગરબા જામ્યા હતા. મોટી સંખ્યામાં બહારથી આવેલા શ્રદ્ધાળુઓ સૂરના તાલે ગરબા રમતા જોવા મળ્યા હતા. જાણે તમામ વસ્તુઓ ભૂલીને માત્ર માતાજીની આરાધના કરવા ગરબા રમતા હોય તેવી રીતે મહિલા ખેલૈયાઓ આજે હિલોળે ચડી હતી.
પ્રથમ દિવસે માતાજીના ચાચર ચોકમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ ગરબે રમતા જોવા નજરે જોવા મળી હતી, જ્યારે અમારી ટીમે આ મહિલા અને પુરુષોને અલગ કરી મહિલાઓની ગરિમા જાળવવા માટેના જે પ્રયાસ કરાયો છે તે બાબતે મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો. જ્યાં મહિલા ખેલૈયાઓ એ જણાવ્યું હતું કે મહિલાની ગરિમા જાળવવા માટે વહીવટી તંત્રનો નિર્ણય યોગ્ય છે પણ સાથે એટલું પણ જણાવ્યું હતું જે પરિવાર સાથે આવેલા હોય તેમને ચાચર ચોકમા છૂટ આપવી જોઈએ અથવા ચાચર ચોકમાં જ પુરુષને પણ ગરબા રમવાની અલાયદી વ્યવસ્થા કરવી જોઈએ, તેવી માંગ મહિલા ખેલૈયો દ્વારા કરવામાં આવી હતી.
પુરુષ ખેલૈયાઓનો મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો ત્યાં એક પણ ખેલૈયો નજરે પડ્યો ન હતો, પણ મોટી સંખ્યામાં આવેલા પુરુષો જાણે આરામ ફરમાવતા હોય એવી પરિસ્થિતિમાં જોવા મળ્યા હતા. તો બીજી તરફ કેટલાક પુરુષો પોતાના પરીવારની મહીલા ગરબે રમી રહી તેમને બંધ પિત્તળ ગેટથી દરવાજાથી ગરબા જોઈ રહ્યા હતા તો કેટલાક પુરુષો પોતાના સાથે આવેલી મહીલાની રાહ જોઈ રહ્યા હોય તેવુ લાગી રહ્યું હતુ.
પણ જ્યારે અમારી ટીમે પુરુષોનું પણ મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો ત્યાં અનેક પુરુષોએ જણાવ્યું હતું કે જે વહીવટી તંત્ર એ મહિલાઓની ગરિમા જાળવવા માટેનો પ્રયાસ કર્યો છે તે પ્રયાસ યોગ્ય છે, પણ આ પ્રયાસને થોડા પ્રેક્ટીકલ બનીને ચાચર ચોકમાં મહિલાઓ માટે અલગ કોરીડોર બનાવી અને મહિલાઓએ કોરીડોરમાં રમે અને પુરુષો કોરીડોર બહાર ગરબા રમે તેવી વ્યવસ્થા કરવા ઈચ્છા વ્યક્ત કરી હતી. આજે મોટી સંખ્યામાં દૂર દૂરથી આવેલા પુરુષ ખેલૈયાઓમાં ભારે નિરાશા સાંપડી ગરબાની રમઝટ વચ્ચે ક્યાંક ને ક્યાંક નારાજગીનો પણ સામનો પુરુષોને કરવો પડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે