ઉદય રંજન/અમદાવાદ: એકલા બાળકો મૂકીને જતા વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો અમદાવાદના રામોલમાં સામે આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં 3 પોકસોના બનાવ સામે આવ્યા જેમાં 2 કિસ્સામાં પાડોશી આરોપી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ ગુનાઓમાં આરોપીઓની ધરપકડ કરી તપાસ આગળ વધારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ભયંકર આગાહી જાણી લેજો! ગુજરાતમાં ભર ઉનાળે થશે કડાકા ભડાકા, આ વિસ્તારોનું આવી બનશે!


અમદાવાદના વટવા વિસ્તારમાં ફરી એક સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. વટવામાં રહેતા 50 વર્ષીય વૃદ્ધે પાડોશમાં રહેતી સગીરા સાથે ત્રણ વખત શરીર સંબંધ બાંધ્યો, સગીરાને અચાનક પેટમાં દુખાવો થતાં મેડીકલ તપાસમાં સામે આવ્યું કે સગીરાને પેટમાં અઢી માસનો ગર્ભ છે. પરિવારે સગીરાને પૂછતા પાડોશમાં રહેતા વૃદ્ધ સાથે સંબંધ બાંધ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મામલે સગીરાના પરિવારજનોએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને વૃદ્ધ આરોપીની ધરપકડ કરી છે. 


વર્ષો બાદ અમદાવાદમાં વધુ ત્રણ રૂટ પર દોડશે ડબલ ડેકર લાલ બસ, મુસાફરોને પડશે જલસો


મહત્વનું છે કે 2-3 દિવસ પહેલા પણ અમરાઈવાડીમાં એક સગીરા પર છેડતી નો બનાવ બન્યો હતો અને જેમાં પાડોશીએ સગીરા સાથે છેડતી કરી હતી. અમરાઈવાડીમાં પાડોશમાં રહેતા વૃદ્ધે એકલતાનો લાભ લઈને સગીરા સાથે શારીરિક અડપલાં કરતા સગીરા ગભરાઈને પાડોશીના ઘરે જતી રહી હતી. પિડિત સગીરાએ પાડોશી વૃદ્ધની કરતૂત અંગે પાડોશીને હકીકત જણાવી હતી.ત્યારબાદ પાડોશીએ સગીરાના માતા પિતાને ફોન કરીને સમગ્ર મામલાની જાણ કરી હતી.


જન્મદિવસ હોય કે લગ્નતિથિ, હવે શુભપ્રસંગે ઘરે આવશે અંબાજીનો પ્રસાદ, શરૂ કરાઈ આ સુવિધા


આરોપી વૃદ્ધનો ભાંડો ફૂટી જતા વૃદ્ધ ઇન્દિરા બ્રિજ પાસે નર્મદા કેનાલમાં આત્મહત્યા કરવા દોડી ગયો અને ત્યાંથી પોતાની પત્નીને વિડીયો કોલ કરીને જાણ કરી હતી. સગીરાના માતા પિતા વૃદ્ધ વિરુદ્ધ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને વૃદ્ધ આરોપીની ધરપકડ કરી છે. 


રેલવેમાં ભરતીની સૌથી મોટી જાહેરાત, 1113 ખાલી જગ્યાઓ ભરવા આ રીતે તાત્કાલિક અરજી કરો


નોંધનીય છે કે રામોલમાં પિતાએ પુત્રી સાથે જ છેડતી કરી હતી અને જેને લઈ પિતાની ધરપકડ થઈ હતી. સવાલ એ છે કે પ્રકારની ઘટનાઓ કેમ વધી રહી છે? કેમ સગીરા સાથે વારંવાર આ પ્રકાર ની ઘટના વધી રહી છે.