ચેતન પટેલ/સુરત: સુરતમાં ઘરઘાટી તરીકે કામ કરીને ઘરમાં ચોરી કરનાર દંપતીને ખટોદરા પોલીસની ટીમે ઝડપી પાડી છે. પોલીસે ફેરિયાનો વેશ ધારણ કરીને બિહારના ભાગલપુર જિલ્લાના કહલગાવ ખાતેથી આ દંપતીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને ખટોદરા અને વેસુ પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલ કાઢ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં અસલી ખેલ તો હવે શરૂ થશે; જાણો અંબાલાલ પટેલની ઘાતક અતિવૃષ્ટીની આગાહી


સુરતમાં ખટોદરા પોલીસની ટીમને માહિતી મળી હતી કે સુરતમાં ઘરઘાટી તરીકે કામ કરી ઘરમાં ચોરી કરનાર આરોપીઓ બિહારના ભાગલપુર જિલ્લાના કહલ ગાવ ખાતે રહે છે. બાતમીના આધારે પોલીસને એક ટીમ બિહાર ગઈ હતી. જ્યાં તપાસ કરતા આરોપીઓ પહાડ ઉપર રહેતા હોય અને પોલીસ તરીકે તપાસ કરે તો આરોપીઓ પહાડી પાછળથી ભાગી જવાની સંભાવના હતી. 


ગુજરાતની કોલેજોમાં આ વિષયના છાત્રો માટે સરકારનો હિસ્ટ્રીકલ નિર્ણય, નોકરી માટે શરૂ...


જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે ફેરિયાનો વેશ ધારણ કર્યો હતો અને બે દિવસ રેકી કરીને આરોપીઓની ધરપકડ કરી હતી.ખટોદરા પોલીસની ટીમે ફેરિયાનો વેશ ધારણ કરીને ઘરઘાટી તરીકે કામ કરી ચોરી કરનાર સુનિલ રામજી શાહ અને તેની પત્ની પૂજાબેનની ધરપકડ કરી હતી. 


શિક્ષણ જગતમાં ખળભળાટ! શિક્ષકે શિક્ષિકા સાથે કર્યું ગંદુ કામ; હેવાન બાઈક પર બેસાડીને.


ખટોદરા પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ખટોદરા અને વેસુ પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસે સુંદરી દેવી નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી છે અને વધુ તપાસ હાથ ધરી છેખટોદરા પોલીસની ટીમે ફેરિયાનો વેશ ધારણ કરીને ઘરઘાટી તરીકે કામ કરી ચોરી કરનાર સુનિલ રામજી શાહ અને તેની પત્ની પૂજાબેનની ધરપકડ કરી હતી. 


'મોદી સરનેમ વિવાદ', હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યા બાદ રાહુલ ગાંધીએ કરી સુપ્રીમમાં અરજી


ખટોદરા પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા ખટોદરા અને વેસુ પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસે સુંદરી દેવી નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.