Defamation Case: 'મોદી સરનેમ વિવાદ', હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યા બાદ રાહુલ ગાંધીએ કરી સુપ્રીમમાં અરજી

Modi Surname Case: ગુજરાત હાઈકોર્ટે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મળેલી સજા પર પ્રતિબંધ લગાવવાની ના પાડ્યા બાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. 

Defamation Case: 'મોદી સરનેમ વિવાદ', હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યા બાદ રાહુલ ગાંધીએ કરી સુપ્રીમમાં અરજી

નવી દિલ્હીઃ Defamation Case: કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી મોદી સરનેમ મામલાને લઈને હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. તેમણે શનિવાર (15 જુલાઈ) એ ગુજરાત હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ અરજી દાખલ કરી છે. ગુજરાત હાઈકોર્ટે 7 જુલાઈએ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની સજા પર પ્રતિબંધ લગાવવાની તેમની પુનરીક્ષણ અરજી નકારી દીધી હતી. 

હાઈકોર્ટે રાહુલની દોષસિદ્ધિ પર પ્રતિબંધ લગાવવાની ના પાડી હતી. તેના કારણે રાહુલ ગાંધી વર્તમાનમાં સાંસદ બન્યા રહેવા કે ચૂંટણી લડવાથી અયોગ્ય છે. રાહુલની અરજી અત્યારે માત્ર દાખલ થઈ છે. બની શકે કે સોમવારે તેમના વકીલ ચીફ જસ્ટિસને આ કેસમાં જલદી સુનાવણીની વિનંતી કરે. 

મોદી સરનેમ વાળા માનહાનિ કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. કોંગ્રેસ નેતા જામીન પર છે, પરંતુ દોષિ ઠરવાને કારણે તેમનું સંસદનું સભ્ય પદ જતું રહ્યું છે. આ માનહાનિ કેસ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી તરફથી કરવામાં આવેલી એક ટિપ્પણીને લઈને દાખલ કરવામાં આવ્યો હતો. 

લલિત મોદી અને નીરવ મોદીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ પૂછ્યુ હતું કે દરેક ચોરોની સરનેમ એક જેવી કેમ હોય છે. તેની ટિપ્પણી બાદ ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેમાં તેમણે આરોપ લગાવ્યો કે આ ટિપ્પણીએ દેશભરના મોદી સમુદાયને બદનામ કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news