ઝી બ્યુરો/ભરૂચ: ગુજરાતના અનેક વિસ્તારોમાં હવે રેસ્ટોરેન્ટ અને હૉટલો શરૂ થઈ છે. ત્યારે અનેક લોકો આવી હોટલોમાં ખાવા માટે જતાં હોય છે. અનેકવાર તો આવી હોટલોમાં ખાવાની વસ્તુઓમાં ઈયળો, જીવાત અને વંદા જેવા જંતુઓ જોવા મળતા હોય છે. એટલું જ નહીં કેટલીક તો જાણીતી રેસ્ટોરન્ટો અને ફૂડ ચેઇનમાંથી ભોજનમાં જંતુઓ મળી આવવાના કિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે હાલ ભરૂચમાંથી એક કિસ્સો સામે આવ્યો છે. રેસ્ટોરાંમાં સૂપ પીવાના શોખીનો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જી હા...ભરૂચની હેલિઓસ પિઝા રેસ્ટોરાંમાં સૂપમાંથી વંદો નીકળ્યો છે. આ ઘટના બાદ ગ્રાહકે હોબાળો મચાવતો વીડિયો વાયરલ થતાં અહેવાલોમાં આ મુદ્દો ચમક્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજકાલ લોકો ઘરનું ઓછું અને બહારનું વધુ જમતા હોય છે. ત્યારે બહાર ખાવાના શોખીનો માટે ચેતવણીરૂપ ઘટનાઓ સામે આવી રહી છે. જી હા... રેસ્ટોરન્ટમાં સૂપ પીવાના શોખીનો માટે ચેતવણીરૂપ સમાચાર મળી રહ્યા છે. ભરૂચની હેલીઓસ પિઝા રેસ્ટોરન્ટના સૂપમાં વંદો નીકળ્યો છે. સૂપમાં વંદો નીકળતા ગ્રાહકે સરેઆમ હોબાળો મચાવ્યો હતો. સૂપમાં વંદો નીકળ્યાનો વીડિયો પણ વાયરલ થયો છે. તમને જણાવી દઈએ કે અગાઉ આ જ હોટલના ભોજનમાં જીવાત નીકળી હતી.  



મહત્વનું કે, આવા કિસ્સાઓ પરથી બહાર જમતા લોકોને બોધપાઠ લેવાની જરૂર છે, જે લોકો બહારનું ખાવાના શોખીન હોય તે લોકો જો જો… ઝાપટવા ન માંડતા. કેમ કે બહાર ખાવોનો શોખ તમને બિમાર પાડી શકે છે. લોકો બહારનું વધુ પડતું જમતા થઈ ગયા છે. ગુજરાતનું દેશી ખાણુ મુકી અંગ્રેજી ફૂડ પેટ ભરી ભરીને ખાય છે અને પછી ભરી ભરીને રૂપિયા હોસ્પિટલોમાં આપે છે. અવારનવાર ફૂડ રેસ્ટોરન્ટના ચોંકાવી દેતા વિડિયો વાયરલ થાય છે, લોકો જુએ છે અને ભૂલી જાય છે. ત્યારે ભરૂચની હેલીઓસ પિઝા રેસ્ટોરન્ટમાંથી વંદો નીકળ્યાનો વધુ એક વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.


ઉલ્લેખનીય છે કે ખોરકમાંથી જીવાત નિકળતી હોવાની ઘટના અવારનવાર સામે આવે છે. મંગળવારે અમદાવાદની બ્રિટિશ રેસ્ટોરન્ટમાંથી પિઝાના સલાડમાંથી ઈયળ નીકળી હોવાનો વિડિયો વાયરલ થયો હતો. તો બીજી બાજું જાણીતી બ્રાન્ચ રિયલ પેપરિકામાં બર્ગરમાંથી ઈયળ નીકળી હોવાનો વિડિયો વાયરલ થયો હતો.