ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત લાંચ અને રૂશ્વત બ્યુરોને એક ફરિયાદ મળી હતી. જેમાં અમદાવાદની ક્રીમ બ્રાંચ એટલે કે સાયબર ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિહ ધર્મેન્દ્રસિહ પરમાર જેની નોકરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર ખાતે છે. જેવો એ ACBના કેસના ફરિયાદી અને સાયબર ક્રાઈમ બ્રાંચમાં થયેલ અરજીના આરોપી પાસેથી 10 લાખની લાંચ માંગી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નકલી ઘીની નદીઓ વહે છે ગુજરાતમાં! આ શહેરમાંથી ઝડપાયું 50 લાખથી વધુની કિંમતનું નકલી ઘી


ACBની ટ્રેપમાં સાયબર ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિહ ધર્મેન્દ્રસિહ પરમાર, કેમ્પ હનુમાન ટેલીફોન એક્ષચેંજ બસસ્ટેન્ડ પાછળ, શાહીબાગ ખાતે રંગે હાથે 3 લાખની લાંચ લેતા ACBની ટ્રેપના ઝડપાયા છે. 


કતારમાં ભારતીય નૌકાદળના 8 પૂર્વ સૈનિકોને કોર્ટે સંભળાવી મોતની સજા, ભારત પડકારશે


જો આ કેસની વિગતે વાત કરીએ તો આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી વિરુધ્ધ સાયબર ક્રાઇમમાં અરજી થયેલ જે કામે ફરીયાદી વિરુધ્ધ એફ.આઇ.આર. નહી કરવા અને ફરીયાદીનુ ફેડરલ બેંકનું ફ્રીજ થયેલ ખાતુ ખોલવા આ કામના આરોપી હરદીપસિહ ધર્મેન્દ્રસિહ પરમાર નાઓએ ફરીયાદી પાસે રૂ.10,00,000/-(દસ લાખ)ની લાંચની માંગણી કરી ટુકડે-ટુક્ડે ફરીયાદી પાસેથી રૂ. 7,00,000/- લઇ લીધા હતા.


શિક્ષણમંત્રીની મોટી જાહેરાત; દિવાળી બાદ ગુજરાતના તમામ જિલ્લાને મળશે DEO-DPO


બાકીના રૂ.3,00,000/-(ત્રણ લાખ)ની ફરીયાદી પાસે લાંચની માંગણી કરી હતી, જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી જેથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનું છટકુ ગોઠવતા આરોપીએ ફરીયાદી તથા સાહેદ સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ. 3,00,000/- લાંચની રકમ સ્વીકારી પકડાઇ જઈ વિગેરે બાબત...આરોપીને એ.સી.બી.એ ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


ગુજરાતમાં વધુ એક લવ જેહાદ! 15 વર્ષીય સગીરાનું મુસીબે કર્યું અપહરણ , પોલીસે કેવી રીતે