નકલી ઘીની નદીઓ વહે છે ગુજરાતમાં! આ શહેરમાંથી ઝડપાયું 50 લાખથી વધુની કિંમતનું 8000 કિલો ઘી

સુરત જિલ્લામાંથી આવર નવાર બ્રાન્ડેડ કંપની નામે ડુપ્લીકેટ ઘી બનાવી માર્કેટ વેચાણ કરતા હોય છે. લોકો ના સ્વાસ્થ્ય સંબંધિત ચેડા કરતા હોય છે. છેલ્લા બે મહિનામાં ૩ વાર ઓલપાડ તાલુકામાંથી ડુપ્લીકેટ ઘી ઓલપાડ પોલીસે ઝડપી પડ્યું છે.

નકલી ઘીની નદીઓ વહે છે ગુજરાતમાં! આ શહેરમાંથી ઝડપાયું 50 લાખથી વધુની કિંમતનું 8000 કિલો ઘી

સંદીપ વસાવા/ઓલપાડ: સુરત જિલ્લામાંથી વધુ એકવાર પોલીસે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. 50 લાખથી વધુનો 8000 કિલો ઘીનો જથ્થો સિઝ કર્યો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તેમજ એફ.એસ.એલની મદદ લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

સુરત જિલ્લામાંથી આવર નવાર બ્રાન્ડેડ કંપની નામે ડુપ્લીકેટ ઘી બનાવી માર્કેટ વેચાણ કરતા હોય છે. લોકો ના સ્વાસ્થ્ય સંબંધિત ચેડા કરતા હોય છે. છેલ્લા બે મહિનામાં ૩ વાર ઓલપાડ તાલુકામાંથી ડુપ્લીકેટ ઘી ઓલપાડ પોલીસે ઝડપી પડ્યું છે. ત્યારે વધુ એકવાર ઓલપાડ તાલુકામાંથી શંકાસ્પદ ઘી ઝડપાવાનો સિલસિલો યથાવત છે. 

ત્યારે ફરી એકવાર ઓલપાડની માસમાં જીઆઇડીસીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો સુરત ગામ્ય એલસીબી અને જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડના સંયુક્ત બાતમીની આધારે ઝડપી પાડ્યો છે. માસમાં વિસ્તારમાંથી હની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ગોડાઉનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરયો છે. 

આશરે 50 લાખથી વધુની કિંમતનો 8000 કિલોથી વધુનો જથ્થો ઝડપી પોલીસે એફ.એસ.એલ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી શંકાસ્પદ ઘીના સેમ્પલ લીધા હતા. હાલ પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી એફ.એસ.એલના રિપોર્ટ બાદ ગુનો નોંધવામાં આવશે. હાલ તો પોલીસે ઘી ક્યાંથી આવ્યું અને ગોડાઉન મલિકની શોધખોળ શરૂ હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news