કેશોદના અજાબ પાસે બાઇક સવાર દંપત્તીને ઇકો કારે અડફેટે લીધા, પતિનું મોત
જિલ્લાના કેશોદ તાલુકાના શેરગઢ ગામનુ દંપત્તી બાઇક પર જઇ રહ્યું હતુ ત્યારે અજાણ્યા ઇકો કાર ચાલકે અડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. જેમાં પતિનું મોત નિપજ્યું હતું. જ્યારે પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત અંગે વિગતે મળતી માહિતી અનુસાર કેશોદ તાલુકાના શેરગઢ ગામના રહીશ નિકુંજ મેસવાણીયા અને તેમના પત્ની દર્શનાબેન મોયરસાયકલ લઇને કેશોદ તરફ આવી રહ્યા હતા. ત્યારે અજાબ પાસેના રસ્તામાં અજાણ્યા ઇકોના ચાલકે દંપત્તીની બાઇકને અડફેટે લીધા હતા.
જૂનાગઢ : જિલ્લાના કેશોદ તાલુકાના શેરગઢ ગામનુ દંપત્તી બાઇક પર જઇ રહ્યું હતુ ત્યારે અજાણ્યા ઇકો કાર ચાલકે અડફેટે લઇ અકસ્માત સર્જયો હતો. જેમાં પતિનું મોત નિપજ્યું હતું. જ્યારે પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત અંગે વિગતે મળતી માહિતી અનુસાર કેશોદ તાલુકાના શેરગઢ ગામના રહીશ નિકુંજ મેસવાણીયા અને તેમના પત્ની દર્શનાબેન મોયરસાયકલ લઇને કેશોદ તરફ આવી રહ્યા હતા. ત્યારે અજાબ પાસેના રસ્તામાં અજાણ્યા ઇકોના ચાલકે દંપત્તીની બાઇકને અડફેટે લીધા હતા.
30 જાન્યુઆરીએ 11 વાગ્યે આખા દેશની ગતિ અટકી જશે, કારણ જાણીને તમે પણ જોડાશો
બંન્ને પતિ પત્ની અકસ્માત બાદ ફંગોળાઇ રસ્તા પર પટકાયા હતા. અકસ્માતને લઇ સ્થળ પર લોકોનાં ટોળા એકત્ર થઇ ગયા હતા. અકસ્માત બાઇ 108 દ્વારા ઇજાગ્રસ્ત દંપત્તીને સારવાર માટે કેશોદ સરકારી દવાખાને ખસેડવામાં આવતા બાઇક ચાલક નિકુંજનું મોત થયું હતું. ફરજ પરના તબીબે જાહેર કર્યું કે, જ્યારે જાગ્રસ્ત તેમના પત્ની દર્શનાબેનને પ્રાથમિક સારવાર આપવા માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
સાચા અર્થમાં બાપાની 'ધોરાજી' હોસ્પિટલમાં કર્મચારીઓએ તમામ નિયમો નેવે મુકી જન્મદિવસની ઉજવણી કરી
આ અંગે મૃતકના પિતા ભુદરદાસ માધવદાસ મેસવાણીયાએ ઇકોના ચાલક સામે બેફીકરાઇથી ઇકો ચલાવી અકસ્માત સર્જીને નાસી ગયાની કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. આ રસ્તા પર વારંવાર અકસ્માતો થઇ રહ્યા છે. તંત્ર દ્વારા રોડની યોગ્ય કાર્યવાહી કરવામાં આવવી જોઇએ. સ્થાનિકોમાં પણ આ અંગેની માંગ ઉઠી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube