સાચા અર્થમાં બાપાની 'ધોરાજી' હોસ્પિટલમાં કર્મચારીઓએ તમામ નિયમો નેવે મુકી જન્મદિવસની ઉજવણી કરી

સૌરાષ્ટ્રમાં એક કહેવત છે બાપાની ધોરાજી સમજી છે કે શું? આ કહેવત સાચા અર્થમાં ધોરાજીમાં જ સાબિત થઇ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ધોરાજીમાં કોરોના મહામારીના પગલે સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જો કે ધોરાજીમાં કોવિડ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા એજન્સીના કર્મચારીઓએ સરકારી કોવિડ ગાઇડ લાઇનની ઐસીતૈસી કરીને જન્મ દિવસની ઉજવણી કરી હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 
સાચા અર્થમાં બાપાની 'ધોરાજી' હોસ્પિટલમાં કર્મચારીઓએ તમામ નિયમો નેવે મુકી જન્મદિવસની ઉજવણી કરી

રાજકોટ : સૌરાષ્ટ્રમાં એક કહેવત છે બાપાની ધોરાજી સમજી છે કે શું? આ કહેવત સાચા અર્થમાં ધોરાજીમાં જ સાબિત થઇ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ધોરાજીમાં કોરોના મહામારીના પગલે સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જો કે ધોરાજીમાં કોવિડ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા એજન્સીના કર્મચારીઓએ સરકારી કોવિડ ગાઇડ લાઇનની ઐસીતૈસી કરીને જન્મ દિવસની ઉજવણી કરી હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 

આ વીડિયોમાં આરોગ્ય ક્ષેત્રના લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. જન્મ દિવસની ઉજવણી કરતા કર્મચારીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કર્મચારીઓએ પણ માસ્ક પહેર્યા નહોતા. કોરોના વોર્ડમાં જ જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે. કોરોના મહામારીના સમયમાં ગુજરાત સરકારે છેલ્લા ઘણા સમયથી ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. દોરાજી સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં રાજકોટની ખાનગી સંસ્થાના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. 

કોરોના મહામારીના કપરા કાળમાં કર્મચારીઓ સતત કામ કરવાના કારણે વચ્ચે થોડો આનંદ કરતા હોય તેવા અનેક વીડિયો વાયરલ થયા છે. જો કે તેમાં તેઓ PPE કીટ પહેરીને ગરબા રમતા હોય કે તેવા સામાન્ય વીડિયો છે. જો કે આ વીડિયોમાં કોઇ પણ કર્મચારી પીપીઇ કીટ તો ઠીક પરંતુ માસ્ક પણ પહેર્યું નથી. આ ઉપરાંત કેક પણ ખાઇ રહ્યા છે અને એક બીજાને ખવડાવી રહ્યા છે. હાલ તો આ વીડિયો વાયરલ થવાના કારણે તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે.

આ વીડિયો વાયરલ થયા બાદ હોસ્પિટલ અધીક્ષક ડો. જયેશ વસેટિયાએ કહ્યું કે, છેલ્લા ચાર પાંચ દિવસથી અમારી પાસે આ બાબતની ફરિયાદ આવી છે. જે કર્મચારીઓનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે બાબતની જાણ થઇ છે. સરકારી હોસ્પિટલમાં આ બાબતે કોઇ મંજુરી આપવામાં આવી નથી. કોવિડ સેન્ટરના ખાનગી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરાશે. હાલ તો તપાસ ચાલી રહી છે. તપાસના અંતે યોગ્ય કાર્યવાહી કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news