જો શ્વાન સાથે મોર્નિંગ વોક પર નિકળ્યા તો તમારા પર થઇ શકે છે હૂમલો, જઇ શકે છે જીવ!
રખડતા ઢોરનો પ્રશ્ન સમગ્ર ગુજરાત માટે કોમન છે. દરેક શહેર કે ગામમાં રખડતા ઢોરના ત્રાસનેડામવા માટે સ્થાનિકો દ્વારા વારંવાર રજુઆતો છતા તંત્ર દ્વારા મોટે ભાગેકોઇ જ પગલા લેવાતા નથી. રખડતા ઢોરના કારણે અનેક લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે અને અનેક લોકો ઘાયલ પણ થઇ ચુક્યા છે. તેવામાં વલસાડમાં રખડતા ઢોરનો એક ખુબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવતા બચી ગયા હતા. રખડતા ઢોરોના ટોળાએ શ્વાન તથા શ્વાનના માલિક પર હુમલો કર્યો હતો.
ઉમેશ પટેલ/વલસાડ : રખડતા ઢોરનો પ્રશ્ન સમગ્ર ગુજરાત માટે કોમન છે. દરેક શહેર કે ગામમાં રખડતા ઢોરના ત્રાસનેડામવા માટે સ્થાનિકો દ્વારા વારંવાર રજુઆતો છતા તંત્ર દ્વારા મોટે ભાગેકોઇ જ પગલા લેવાતા નથી. રખડતા ઢોરના કારણે અનેક લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે અને અનેક લોકો ઘાયલ પણ થઇ ચુક્યા છે. તેવામાં વલસાડમાં રખડતા ઢોરનો એક ખુબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવતા બચી ગયા હતા. રખડતા ઢોરોના ટોળાએ શ્વાન તથા શ્વાનના માલિક પર હુમલો કર્યો હતો.
CM ના સંપર્કમાં આવેલ જશવંતસિંહ ભાભોર પણ કોરોના પોઝિટિવ
વલસાડ શહેરમાં રખડતા ઢોરોના ત્રાસને કારણે એક વ્યક્તિનો જીવ માંડ માંડ બચ્યો છે. પોતાનાં શ્વાનને લઇને નિત્યક્રમ અનુસાર મોર્નિંગ વોક માટે નિકળતા એક વ્યક્તિને શ્વાન ભારે પડ્યો હતા. ગાયોને જોઇને સતત ભસી રહેલા શ્વાનને કારણે ગાય અને આખલા ઉશ્કેરાયા હતા. તેણે શ્વાન તથા શ્વાન માલિક પર હુમલો કરી દીધો હતો. ગાયે શ્વાનના માલિકને એક ખુણામાં ધકેલીને તેને ધક મારવાનું શરૂ કર્યું હતું. જો કે સદભાગ્યે આસપાસના લોકો આવીને ગાયો અને આખલાઓને ભગાડતા વ્યક્તિનો જીવ બચાવી શકાયો હતો.
સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને ચેલેન્જ ફેંકી, તાકાત હોય તો ગુજરાતથી ચૂંટણી લડી બતાવો
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, વલસાડના શાકભાજી માર્કેટ ખાતે આવેલ જ્યોતિ હોલ સામે રવિવારના રોજ સાંજના અરસામાં પાલતુ શ્વાન અને તેના માલિક ઉપર 3 જેટલી ગાય એ હુમલો કર્યો હતો. પાલતુ શ્વાન ગાયો સામે ભસતા ગાયો ભડકી હતી. શ્વાન અને શ્વાનના માલિક પર હુમલો કર્યો હતો. હુમલો કરતા અનેક લોકો વચ્ચે પડી વિફરેલી ગાયો અને આખલાઓને ભગાડી શ્વાન અને શ્વાનના માલિકનો જીવ બચાવ્યો હતો. ઘટનામાં શ્વાન અને માલિકને સામાન્ય ઇજા પહોંચી હતી. સમગ્ર ઘટના સીસીટીવી સોશિયલ મિડીયામાં વાઈરલ થતા ચકચાર મચી જવા પામી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube