CM ના સંપર્કમાં આવેલ જશવંતસિંહ ભાભોર પણ કોરોના પોઝિટિવ

CM ના સંપર્કમાં આવેલ જશવંતસિંહ ભાભોર પણ કોરોના પોઝિટિવ
  • પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીને રેમડેસીવર ઈન્જેક્શન આપવામાં આવ્યું
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો

હિતલ પારેખ/ગાંધીનગર :સીએમ રૂપાણીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોનાગ્રસ્ત થયા છે. મુખ્યમંત્રીના PA શૈલેષ માંડલિયાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ત્યારે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડનાં વધું એક સભ્ય કોરોના પોઝિટિવ થયા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સીએમ હાઉસ ખાતે મળેલ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠકમા હાજર રહ્યાં હતા. 

સીએમ રૂપાણીને ઝડપથી રિકવરી માટે રેમડેસીવીર ઈન્જેક્શન અપાયું 
તો બીજી તરફ, CM રૂપાણીના લેટેસ્ટ હેલ્થ અપડેટ સામે આવ્યા છે. હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રી વિજય રૂપાણીને રેમડેસીવર ઈન્જેક્શન આપવામાં આવ્યું છે. સિટી સ્કેન બાદ વાયરસનો લોડ વધતાં તેમને ઈન્જેક્શન અપાયું છે. ત્યારે CM રૂપાણીની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે તેવું જાણવા મળ્યું છે. તેમની રિકવરી ઝડપથી આવે તે માટે રેમડેસીવર ઈન્જેક્શન અપાયું છે. ઝડપી રિકવરી કરવા માટે ઈન્જેક્શનનો કોર્સ કરવા તબીબો દ્વારા નિર્ણય લેવાયો છે. 10 સિનિયર તબીબોની ટીમ હાલ સીએમની સારવારમાં જોડાયેલી છે. 

આ પણ વાંચો : રાજ્યસભાની ટિકિટ મેળવનાર રામ મોકરિયા ભાજપના જૂના જોગી છે, જનસંઘમાં શીખ્યા હતા રાજનીતિના પાઠ

ડેપ્યુટી સીએમ નીતિન પટેલને કોરોના રિપોર્ટ નેગેટિવ
તો બીજી તરફ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પોતાને કોરોના પોઝિટિવ આવ્યા પછી પોતાના સંપર્કમાં આવેલા તમામને કોરોના રિપોર્ટ કરવાની સલાહ આપી હતી. જે અંતર્ગત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પોતાનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો, જે નેગેટિવ આવ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news