કચ્છી કલાકારો દ્વારા કચ્છની વિવિધ સંસ્કૃતિને ઉજાગાર કરતો રજુ કરાશે સાંસ્કૃતિ કાર્યક્રમ
ધોરડો ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત યોજાનાર સરપંચ સંમેલનમાંરમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારાસાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે
બ્રિજેશ દોશી/ ગાંધીનગર: ધોરડો ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત યોજાનાર સરપંચ સંમેલનમાંરમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારાસાંસ્કૃતિક કાર્યક્રમ યોજાનાર છે. જેમાં કચ્છના કલાકારો દ્વારા કચ્છી સંસ્કૃતિને ઉજાગાર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરાશે.
આ પણ વાંચો:- AMCનો મહત્વનો નિર્ણય: ખાણીપીણીની દુકાનો હવે રાતના 12 વાગ્યા સુધી રહેશે ખુલ્લી
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કચ્છની વિકાસ ગાથાને સાંસ્કૃતિક શૈલિમાં વણી લઈ રજુ કરવામાં આવનાર આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં માત્ર કચ્છ જ નહીં પણ ગુજરાતનાં વિવિધ પ્રાંતની સાંસ્કૃતિક વિરાસતને પણ વણી લેવામાં આવી છે. જેમાં કચ્છનાં જાણીતા લોક ગાયક પુનશી ગઢવી તથા સ્થાનિક વિવિધ કલાકારોનાં સ્વરમાં કચ્છની ધરોહર અને વિકાસ ગાથાને કચ્છની સંસ્કૃતિ રૂપે રજુ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:- આવતી કાલથી શામળાજી મંદિરમાં પાંચ દિવસનું ખાસ આયોજન, દર્શનાર્થીઓ માટે કરાઈ આ વ્યવસ્થા
આ ગાથામાં કચ્છી ગરબો, મણિયારો, સુરેન્દ્રનગર અને ભાવનગરનો મિશ્ર રાસ તથા કચ્છની સોઢા જાતી કે જે પાકીસ્તાનથી આવીને અહીં વસી છે. તેમની શૌર્યતા અને વિરતાને વણી લેતો તલવાર રાસ સાંસ્કૃતિક શૈલીમાં વણી લઇ રજુ કરવામાં આવશે. કચ્છ જીલ્લો તેના પરંપરાગત અને સાંસ્કૃતિક મૂલ્યો, કલા, હસ્તકળા અને રચનાત્મકતામાટે જાણીતો છે. કચ્છી લોક નૃત્ય ઘણા વર્ષોથી અસ્તિત્વમાં છે. જેને ધ્યાને લઈ અહીના કલાકારો દ્વારા આ ઉજવણી લોક નૃત્ય સ્વરૂપે રજુ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube