AMCનો મહત્વનો નિર્ણય: ખાણીપીણીની દુકાનો હવે રાતના 12 વાગ્યા સુધી રહેશે ખુલ્લી

કોરોના કાળમાં વધતા કોરોના સંક્રમણને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારના 27 વિસ્તારોમાં રાતે 10 વાગ્યા સુધી ખાણીપીણીની દુકાનો ખુલ્લી રાખવા માટેની સમય મર્યાદા જાહેર કરી હતો. ત્યારે AMC દ્વારા આ સમય મર્યાદામાં વધારો કરી દુકાનદારોને રાતે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે.
AMCનો મહત્વનો નિર્ણય: ખાણીપીણીની દુકાનો હવે રાતના 12 વાગ્યા સુધી રહેશે ખુલ્લી

અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: કોરોના કાળમાં વધતા કોરોના સંક્રમણને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારના 27 વિસ્તારોમાં રાતે 10 વાગ્યા સુધી ખાણીપીણીની દુકાનો ખુલ્લી રાખવા માટેની સમય મર્યાદા જાહેર કરી હતો. ત્યારે AMC દ્વારા આ સમય મર્યાદામાં વધારો કરી દુકાનદારોને રાતે 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત 28 સપ્ટેમ્બરના રોજ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસ વધતા હતા અને ખાસ કરીને યુવાનો તે સ્થળો પર એકઠા થતા હતા. જેથી કોર્પોરેશન દ્વારા 27 જટેલા વિસ્તારોમાં રાતના 10 વાગ્યા સુધીની સમય મર્યાદા નક્કી કરી દુકાનો બંધ કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે.

AMC દ્વારા જાહેર કરવામાં આવેલી 10 વાગ્યા સુધીની સમય મર્યાદા વધારી 12 વાગ્યા સુધીની કરવામાં આવી છે. એટલે કે 2 કલાકનો સમય વધારો કરવામાં આવ્યો છે. હવેથી AMC દ્વારા જે 27 વિસ્તારોમાં ખાણીપીણીની દુકાનો જે બંધ કરવામાં આવતી હતી. પ્રહલાદનગર, સિન્ધુભવન, એસજી હાઇવે, વૈષ્ણોદેવી રોડ જેવા પશ્ચિમ વિસ્તારના એવા 27 લોકેશન હતા જ્યાં રાતે 10 વાગ્યા બાદ ખાણીપીણીની દુકાનો બંધ કરી દેવી પડતી હતી. હવે જ્યારે દિવાળીના તહેવારો ચાલી રહ્યાં છે. ત્યારે કોર્પોરેશને મહત્વનો નિર્ણય કર્યો અને હવે આ દુકાનો 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news