પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં રાખડીની ખરીદી કરવા બજારોમાં બહેનોની ભીડ ઉમટી પડી છે. રક્ષાબંધન પર્વ આડે હવે એક દિવસ બાકી છે. સોમવારે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે. હાલ બજારોમાં બહેનો ભાઈઓ માટે રાખડીની ખરીદી રહી છે. બજારમાં વિવિધ ડિઝાઇનની રાખડીઓ જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓગસ્ટ નહીં સપ્ટેમ્બરમાં પડશે ભારે વરસાદ! આ તારીખથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ


ખાસ કરીને બેસ્ટ બ્રધર, લવલી ભાભી, બેસ્ટ ભાભી રાખડીઓની વધુ ડિમાન છે. સાથે જ બાળકો માટે વોચ, કાર્ટુન, લાઇટિંગ રાખડીઓની ધૂમ વેચાણ થઈ રહ્યું છે. રાખડીના ભાવમાં પાંચથી સાત ટકાનો વધારો છે. બજારમાં 5 રૂપિયાથી લઇને 5 હજાર રૂપિયા સુધીની રાખડી વેચાઈ રહી છે. 


કોણ ખાઈ જાય છે ગુજરાતમાં ગરીબોનું અનાજ? ધંધો કરતાં 1.35 કરોડનો અનાજનો જથ્થો સીઝ


આવતી કાલે રક્ષાબંધનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. રક્ષાબંધન પર્વને લઈ સુરત શહેરના વિવિધ બજારોમાં વેપારીઓ દ્વારા પોતાની દુકાનમાં તેમજ દુકાનની બહાર ડેરા-તંબુ બાંધી વિવિધ પ્રકારની રાખડીઓ વેચાણ અર્થે મુકવામાં આવ્યા છે. 


જો કે પર્વને આડે ગણતરીનો એક દિવસ બાકી છે ત્યારે બજારમાં રાખડીઓની ખરીદી ચાલી રહી છે.બજારોમાં વિવિધ ડિઝાઇનની રાખડીઓ જોવા મળી રહી છે.ખાસ કરીને બેસ્ટ બ્રધર,લવલી ભાભી,બેસ્ટ ભાભી રાખડીઓની વધુ ડિમાન છે.સાથે જ બાળકો માટે વોચ, કાર્ટુન, લાઇટિંગ રાખડીઓની ધૂમ વેચાણ થઈ રહ્યું છે. 


હવે ડ્રાઈવિંગ લાયસન્સ માટે RTO માં ટેસ્ટ આપવાની જરૂર નથી, આ છે સરકારનો નવો નિયમ


શહેરના વિવિધ બજારોમાં આજે સાંજ સુધીમાં આવી જ રીતે બહેનોની ભાઈઓ માટે રાખડી ખરીદવા ભીડ જોવા મળશે. આજે આખરી દિવસે બહેનો પોતાના પસંદગીની રાખડી ભાઈઓ માટે ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે રાખડીના ભાવમાં પાંચથી સાત ટકાનો વધારો છે. બજારમાં 5 રૂપિયાથી લઇને 5 હજાર રૂપિયા સુધીની રાખડી વેચાઈ રહી છે.