અમદાવાદમાં મહિલાનો મૃતદેહ મળ્યો; શું લાશ પર ચૂંદડી અને હાથ પર માતાજીના નામનું છુંદણું ગુથ્થું ઉકલશે?
અમદાવાદના પાલડી નજીક અજાણી મહિલાની લાશ મળી હોવાની વિગતો સામે આવી રહી છે. આ મહિલા કોણ છે, તેની તપાસ માટે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મેટ્રો ટ્રેનની કામગીરી ચાલી રહી છે, તે નજીકથી લાશ મળતા હત્યાની આશંકાએ પોલીસે અલગ-અલગ થીયરી પર તપાસ શરૂ કરી છે.
ઉદય રંજન/અમદાવાદ: શહેરના પાલડી નજીકથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. હત્યાની શંકાએ પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે મહિલાના મૃતદેહ પરથી એક ચૂંદડી પણ મળી આવી છે.
સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમાં! ગણેશ મહોત્સવનુ સ્ટેજ તોડી પાડ્યું, ઉત્સવ ન યોજવા
અમદાવાદના પાલડીના હીરાબાગ રેલવે ક્રોસિંગ પાસેથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. આ મહિલા કોણ છે, તેની તપાસ માટે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મેટ્રો ટ્રેનની કામગીરી ચાલી રહી છે, તે નજીકથી લાશ મળતા હત્યાની આશંકાએ પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. વહેલી સવારે મળેલા મૃતદેહની જાણ થતા આસપાસના લોકો ભેગા થવા લાગ્યા હતા અને પાલડી પોલીસને જાણ કરતા પાલડી પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. મહિલાના હાથ પર માતાજીના નામનું છુંદણુ મળી આવ્યું છે.
ગુજરાતમાં ભાદરવો ભરપૂર રહેશે! બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ આ વિસ્તારોને તરબોળ કરશે
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદના પાલડી નજીક આવેલા આંબાવાડીના મેટ્રો ટ્રેનની પીલર પાસે 35 થી 40 વર્ષની મહિલાની લાશ પડી હતી. મહિલાના મૃતદેહ પરથી છાતીના ભાગ પાસેથી એક ચૂંદડી પણ મળી આવી હતી. જે બાદ આ અંગેની જાણ પોલીસને કરી હતી. મહિલાના શરીર પર ઇજાના નિશાન હોય તેવું હાલ પ્રાથમિક લાગી રહ્યું છે. તેને કોઈએ ઈજા પહોંચાડી હોય તેવી શંકાના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
કોણ છે ગુજરાતની શાંતિના દુશ્મન?ખેડાના ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારો,સ્થિતિ તંગ
મૃતક મહિલા કઈ બાજુથી આવી હતી, તે તપાસ કરવા માટે નજીકના સીસીટીવી કેમેરા ચેક કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. મહિલાની હત્યા કરવામાં આવી છે કેમ? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ખરેખર મહિલાના મૃત્યુનું કારણ શું છે, તે જાણવા માટે હાલ પ્રયાસો શરૂ કર્યા છે.
લવ બોમ્બિંગ શું છે? નવા લવરો ખાસ જાણી લેજો આ હકીકત, નહિ તો આવશે પસ્તાવાનો વારો