લવ બૉમ્બિંગ શું છે? વધુ પડતો પ્રેમ ખતરનાક સાબિત થાય તે પહેલાં શું કરવું જોઈએ? દરેક નવા લવરો ખાસ જાણે
લવ બોમ્બિંગ શબ્દ પ્રેમ સાથે સંકળાયેલો છે અને રોમેન્ટિક સંબંધની શરૂઆતમાં સકારાત્મક લાગે છે, પરંતુ સત્ય એ છે કે તે આખરે દુરુપયોગ સાથે સમાપ્ત થાય છે.
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: પ્રેમ એ કોઈ પણ સંબંધનું મૂળ છે. પરંતુ આજે લોકોએ આ શબ્દનો અર્થ ખૂબ જ છીછરો કરી નાખ્યો છે. સામાન્ય રીતે આ પ્રકારની બાબત કામચલાઉ સંબંધો બાંધવામાં, પતિ પત્નીના સંબંધોમાં અને સૌથી વધારે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ જેવા સંબંધોમાં વધારે જોવા મળે છે. આ પ્રકારના સંબંધોમાં શરૂઆતમાં સામેની વ્યક્તિને આ બધી બાબતો ખૂબ જ સારી લાગે છે અને સામે વાળુ પાત્ર ખૂબ પ્રેમ કરે છે એવું લાગે છે. ધીમે ધીમે વ્યક્તિ તેને કંટ્રોલ કરવાનો કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે જાણ થાય છે કે તેને પ્રેમના માધ્યમથી કાબૂમાં કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેમની વાતો અને વર્તન પરથી પણ તેવું જ લાગે છે કે લાગણીના કારણે આ મુજબની વાત કરે છે. તેવું કહી શકાય કે લવ બૉમ્બિંગ એ હંમેશા લાગણી સાથે જોડાયને ઉદ્દેશ્ય મેળવવાનો પ્રયત્ન કરે છે.
આ લવ બોમ્બીગ વિષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની પુરોહિત નિશા અને ભટ્ટ કર્તવીએ અધ્યાપક ડૉ. ધારા આર. દોશી ના માર્ગદર્શનમાં અહેવાલ તૈયાર કર્યો.
- 76.45.% દંપતિએ જણાવ્યું કે તેના પાર્ટનરને કશું કહ્યા વગર બારે પણ જઈએ તો ઘરમાં રોજ લપ થાય છે.
- 81.12% દંપતિએ જણાવ્યું કે જો ક્યારેક માત્ર મિત્રો સાથે બહાર જઈએ તો પાર્ટનરને નથી ગમતું
- 71.11% દંપતિએ જણાવ્યું કે જયારે પાર્ટનરની કોઈ ભૂલ હોય ત્યારે વધુ લાગણીઓ દેખાડીને એ ભૂલને દબાવવાના પ્રયત્નો કરે છે.
- 71.45% દંપતિએ જણાવ્યું કે પોતાના પાર્ટનરને પોતાના વિશે બધું જ જાણવાની તાલાવેલી હોય છે.
- 56.34% દંપતિએ જણાવ્યું કે રજાના દિવસોમાં જો મિત્રો સાથે બહાર જઈએ તો પાર્ટનરને ગમતું નથી અને બસ પોતાના સાથે સમય વિતાવે એ આશા રાખે છે
શું છે લવ બોમ્બીંગ?
ઘણી વખત આપણે જોતા હોય છે કોઈ સંબંધ શરૂઆતમાં ખુબ સારા જોવા મળતા હોય છે પરંતુ ધીમે ધીમે પ્રેમ માં ઈર્ષા અને અદેખાઈનો ભાવ જોવા મળે છે અથવા તો સમય જતા સાથીનું અન્ય વ્યક્તિ પર નિયંત્રણ કે અતિશય ગુસ્સે થવું વગેરે વર્તન જોવા મળે છે અને શરૂઆતમાં જે અતિશય પ્રેમની વર્ષા થાય છે આપણે લવ બોમ્બિંગ કહી શકીએ છીએ કે જે શરૂઆતમાં તો પ્રેમની અતિશયતા જોવા મળે છે અને ધીમે ધીમે વર્તનમાં બદલાવ જોવા મળે છે. ટૂંક માં કહી શકાય કે લવ બોમ્બિંગ એ ભાવનાત્મક દુર્વ્યવહારનું એક સ્વરૂપ છે. ખાસ કરીને ઘરેલુ હિંસાના કિસ્સાઓમાં આનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. આવા કિસ્સાઓમાં લવ બૉમ્બિંગ દ્વારા વ્યક્તિ પહેલા સામેના પાત્ર પર કાબૂ મેળવવા માટે હિંસાનો સહારો લે છે અને પછી તેને પ્રેમ અને ચિંતા નું નામ આપી લાગણીવશ કરવાનો પ્રયત્ન કરે છે.
લવ બોમ્બિંગ ના ચિન્હો
#તેઓ સામેવાળી વ્યક્તિ વિશે તરત જ બધું જાણવા માગે છે
#સામેવાળા પાત્રની અતિશય ખુશામત અને વખાણ કરે છે
#સામેવાળા પાત્રને પ્રતિબદ્ધતા માટે દબાણ કરે છે
#મેસેજ કે ફોન કરીને દિવસભર પોતાના પાત્રનો સતત સંપર્ક કરે છે.
#મિત્રો અથવા પરિવારથી દૂર સમય પસાર કરવા પ્રોત્સાહિત કરે છે.
#લાગણીઓનો અતિસંચાર કરે છે
#ભવિષ્ય વિશે કાલ્પનિક વાતો કરીને લાગણીઓ મેળવવા પ્રયત્ન કરે છે
#સામેવાળા પાત્રવિશે બધું જાણવા માગે છે.
#તેઓ ઇચ્છે છે કે તમે એમની દરેક બાબત નો સ્વીકાર કરો.
#પ્રેમની તીવ્ર લાગણીઓ વ્યક્ત કરે છે
#જ્યારે પોતાનું ગમતું પાત્ર બીજા કોઈની સાથે હોવ ત્યારે અપાર ઈર્ષ્યા.
#પોતાનું પ્રિય પાત્ર જે જગ્યા એ હોય તેની બધી જાણકારી મેળવવી.
કોઈપણ વ્યક્તિ લવ બોમ્બિંગ નો શિકાર બની રહી છે કે નહીં તે જાણવા પોતાની જાતને કયા સવાલ કરવા જોઈએ?
#શું જે તે વ્યક્તિ મારા વ્યવસાય, પરિવાર તેમજ શોખમાં વધારે પડતો રસ જતાવી રહી છે?
#શું સામેની વ્યક્તિ કોઈ એક જ સમાન બાબતના એક સમયે વખાણ કરે છે જ્યારે થોડા સમય પછી તે જ બાબત ને લઈને ખરું ખોટું સંભળાવે છે?
#શું સામેની વ્યક્તિ સતત તમે ક્યાં છો?, શું કરો છો જેવા પ્રશ્નો પૂછ્યા કરે છે અને જવાબ ન આપવાથી ગુસ્સો કરે છે?
#શું કોઈ વ્યક્તિ સાથે રહેવાથી ક્યારેક સારો તેમજ ક્યારેક અસામાન્ય અનુભવ વધારે જ પડતો થાય છે?
લવ બૉમ્બિંગ કરનાર વ્યક્તિ સામેની વ્યક્તિને તેમના મિત્રો અને પરિવારથી અલગ કરવાના પ્રયત્નો કરે છે અને તેમના પર સંપૂર્ણ આધારિત બનાવવાનો પ્રયત્ન કરે છે. સતત આ મુજબના અનુભવો અને વર્તનના કારણે ઘણી વખત વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ બનતી હોય છે.
લવ બોમ્બિંગ કેવી રીતે ઓળખવો
ખૂબ ટૂંકાગાળાનાં સમય જો વ્યક્તિ વધુ પડતો પ્રેમ દર્શાવે છે અથવા તો માત્ર પ્રેમ જ દર્શાવે તો એ લવ બોમ્બિંગ હોય શકે છે . જેના અમુક ઉદાહરણ નીચે મુજબ છે. સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિ અમુક દિવસો કે મહિનાઓમાં આટલું ઓળખી શકતા નથી અને કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી જ તો આ લવ બોમ્બિંગ હોય શકે છે.
#"તમે મારા સાચા સોલમેટ છો."
# "તમે સંપૂર્ણ પુરુષ/સ્ત્રી છો."
#"તમે મને સંપૂર્ણ બનાવો છો."
#"હું તમારા જેવા કોઈને ક્યારેય મળ્યો નથી/ મળી નથી "
# "હું તમારા જેવા કોઈને ફરી ક્યારેય મળીશ નહીં."
#“હું તમને મુક્યા વગર ક્યારેય કશું ખાઇશ નહિ
જ્યારે જાણ થાય કે લવ બૉમ્બિંગ નો શિકાર બન્યા છીએ તો ત્યારે શું કરી શકાય:
- પરિવારને જાણ કરવી.
- મિત્ર વર્તુળનો સંપર્ક કરવો.
- તમારા વિશ્વાસપાત્ર વ્યક્તિની મદદ લેવી.
- જો જરૂર જણાય તો મનોવૈજ્ઞાનિક સલાહ પણ લેવી જરૂરી બને છે જેથી માનસિક રીતે સશક્ત બની પગલા લઈ શકાય.
- તમારી જાતની સંભાળ લેવી.
લવ બોમ્બિંગ એ મોટાભાગે પતિ પત્ની કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ વગેરે જેવા સંબંધોમાં જોવા મળે છે, પરંતુ આ સિવાય મિત્રતાના, માતા પિતા સાથેના સંબંધોમાં પણ જોવા મળી શકે છે.
કિસ્સો ૧: ૧૪ વર્ષનો એક છોકરો જેને તેમના પિતા ક્યારેક ખૂબ જ લાડ, પ્રેમ થી અને હુલામણા નામ થી બોલાવતા અને ક્યારેક જો તેમની ઈચ્છા મુજબનું વર્તન ન થાય તો તેને ખૂબ ખરાબ રીતે માર મારતા.
કિસ્સો ૨: એક છોકરી જેને તેના મિત્ર વર્તુળ સાથે ખુશહાલ જોઈને ઈર્ષ્યા ભાવ જાગવાથી અન્ય વ્યક્તિ દ્વારા તેને તેના મિત્ર વર્તુળ થી દૂર કરી પોતાના પર આધીન બનાવવાનો અને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે