Domino's Pizza: રાજ્યમાં ભોજનમાંથી વિવિધ પ્રકારના જીવાત નીકળવાની ઘટનાઓ એક પછી એક સામે આવતી રહી છે. હવે આ વચ્ચે જામનગરમાં જાણીતી પિઝા બ્રાન્ડ એવા ડોમિનોઝના પિઝામાંથી માખી નીકળવાની ઘટના સામે આવી છે. જામનગરના તળાવની પાસે આવેલા ડોમિનોઝ પિઝાની શોપમાં એક ગ્રાહક દ્વારા પિઝા ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ગ્રાહકે ઓર્ડર કરેલા પિઝામાંથી માખી નીકળી હતી. જે પછી જાગૃત નાગરિકે તેનો વીડિયો બનાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે નહીં સચવાય! રખડતા ઢોરને પકડીને ખેડૂતોને મફતમાં આપી દેવાશે, પકડાયા તો ભૂલી જજો


વર્ષ 2024 વાવાઝોડાનુ વર્ષ! 1મે પછી દરિયામા મોટી હલચલ, જાણો અંબાલાલ પટેલની ઘાતક આગાહી


ઉલ્લેખનીય છે કે જામનગરમા અગાઉ પણ બ્રાન્ડવાળા પિઝામાંથી વંદો નીકળ્યો હતો અને કડક કાર્યવાહી કરાઈ હતી. જો કે મનપાની ફૂડ શાખાની કામગીરી પણ શંકા ઉપજાવે તેવા બનાવો સામે આવી રહ્યા છે.


પહેલા પોરબંદરમાં ગુનેગારોએ ભડાકા કરી VIDEO બનાવ્યો, પછી પોલીસે સર્વિસ કરી Reel બનાવી