રાજકોટ: પડધરીમાં અઠવાડીયા પહેલા તણાયેલ યુવકનો મૃતદેહ આજે મળ્યો
શહેરમાં એક અઠવાડિયા પહેલા રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે શહેર તથા જિલ્લામાં ભારે તારાજી સર્જાઇ હતી. જેમાં પડધરીના બોડીઘોડી સરપદડ ગામમાં વરસાદના કારણે પુલ પરથી પસાર થતી ક્રેટા કાર પૂરના ધસમસતા પ્રવાહમાં તણાય હતી. આ ગાડીમાં બેઠેલા ત્રણ યુવકો પણ ગાડી સાથે તણાયા હતા. જો કે સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા ગાડીને કિનારે કાઢી લેવામાં આવી હતી. જે પૈકી 2ના મૃતદેહ મળી આવ્યા હતા. જો કે અન્ય એક યુવકનો મૃતદેહ લાંબી શોધખોળ છતા પણ મળ્યો નહોતો. જે આજે એક અઠવાડિયા બાદ ત્રીજા યુવકનો મૃતદેહ આજીડેમમાંથી મળી આવ્યો હતો.
રાજકોટ : શહેરમાં એક અઠવાડિયા પહેલા રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે શહેર તથા જિલ્લામાં ભારે તારાજી સર્જાઇ હતી. જેમાં પડધરીના બોડીઘોડી સરપદડ ગામમાં વરસાદના કારણે પુલ પરથી પસાર થતી ક્રેટા કાર પૂરના ધસમસતા પ્રવાહમાં તણાય હતી. આ ગાડીમાં બેઠેલા ત્રણ યુવકો પણ ગાડી સાથે તણાયા હતા. જો કે સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા ગાડીને કિનારે કાઢી લેવામાં આવી હતી. જે પૈકી 2ના મૃતદેહ મળી આવ્યા હતા. જો કે અન્ય એક યુવકનો મૃતદેહ લાંબી શોધખોળ છતા પણ મળ્યો નહોતો. જે આજે એક અઠવાડિયા બાદ ત્રીજા યુવકનો મૃતદેહ આજીડેમમાંથી મળી આવ્યો હતો.
સુરત: હીરા અને કાપડ યુનિટના નિયમો ભંગ થશે તો કડક કાર્યવાહી, લોકો જાગૃત થવાની જરૂર
ઘટનાની વિગતે મળતી માહિતી અનુસાર પડધરીના બોડીઘોડી સરપદડ ગામ પાસે પુલ પરથી એક અઠવાડિયા પહેલા વરસાદના કારણે પુલ પરથી પસાર થઇ રહેલી એક ગાડી પાણીના પ્રવાહમાં તણાય હતી. રાજકોટ પાસિંગની ક્રેટા ગાડીમાં ત્રણ યુવકો સવાર હતા. આ ત્રણ પૈકી એક રાજકોટની આનંદનગર કોલોનીમાં રહેતા સંજયભાઇ જગદીશભાઇ ટાંકનો મૃતદેહ મળ્યો હતો. ઉપરાંત બીજા યુવાનનો મૃતદેહ 2 દિવસ બાદ મળી આવ્યો હતો.
વડોદરા: ધોરણ 10ની પુરક પરીક્ષામાં પણ નાપાસ થતા પબજીની લતે ચડી ગયેલા કિશોરની આત્મહત્યા
જો કે ત્રીજા યુવકનો મૃતદેહ એક અઠવાડીયા બાદ આજે આજીડેમમાંથી મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કારને ફાયરબ્રિગેડ દ્વારા ક્રેન મારફત બહાર કાઢવામાં આવી હતી. પ્રચંડ પુરમાં તણાયેલી ગાડીનો ભુક્કો બોલી ગયેલી હાલતમાં મળી આવી હતી. ગાડી ઓળખી ન શકાય તે હદે ક્ષત વિક્ષત થઇ ગઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર