ઝી બ્યુરો/ખેડા: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એક્શનમાં આવી ગયા છે. ત્યારે આજે કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં નડિયાદ ખાતે કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન તેમણે હાટકેશ્વર બ્રિજ તેમજ ભાજપ પ્રદેશ મહામંત્રીને પાર્સલ પ્રકરણ મુદ્દે એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની જનતાના હિત માટે સરકારનો નિર્ણય : 157 નગરપાલિકાઓને આપ્યા 100 કરોડ રૂપિયા


હાટકેશ્વર બ્રિજ તેમજ ભાજપ પ્રદેશ મહામંત્રીને પાર્સલ પ્રકરણમાં કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપની આંતરિક લડાઈ ચરમ સીમાએ પહોંચી ચૂકી છે. પાર્સલ પ્રકરણમાં જો પાર્સલ મોકલવા વાળાની તપાસ થાય તો તેનો છેડો પણ કમલમ સુધી પહોંચે એમ છે. પોલીસ, પ્રશાસન અને પૈસાના જોરે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને તોડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ભાજપના ધન સંચય કાર્યક્રમ હેઠળ પહેલા બનાવવામાં ભ્રષ્ટાચાર અને પછી તોડવામાં પણ ભ્રષ્ટાચાર કરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા ઘાટ કરતાં ઘડામણ મોંઘી જ હોય છે. મોટું કમિશન કમલમાં પહોંચતું હોવાને કારણે હલકી ગુણવત્તા વાળું કામ થાય છે. 


એક વર્ષનું બાળક રમકડાંનુ LED, જ્યારે 10 મહિનાનું બાળક ગવારની સીંગ ગળી ગયું, આ રીતે..


હાટકેશ્વર બ્રિજ મુદ્દે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, હલકી ગુણવત્તા વાળો હાટકેશ્વર બ્રિજ તોડવાનું ટેન્ડર બહાર પડશે તેનું પણ કમિશન પહેલા કમલમમાં નક્કી થશે. બ્રિજ બનાવવા માટે પણ કમિશન અને હવે તોડવા માટે પણ કમિશન લેવાશે. પ્રજાના પૈસાથી ભાજપની તિજોરી ભરવાનું વ્યવસ્થિત ષડયંત્ર આખા ગુજરાતમા ચાલે છે. ભાજપનો ધન સંચય કાર્યક્રમ શરૂ કર્યો હતો તે જ કાર્યક્રમ અત્યારે પણ લાગી રહ્યો છે. 


આ 3 રાશિના લોકોને અચાનક થઈ શકે છે ધનલાભ, ચતુર્ગ્રહી યોગ વિશે જાણી લો આ વાત