મનની આંખથી કરે છે મોટી કમાણી, ગૌમૂત્ર અને આકડાંના પાનનો એવો કર્યો પ્રયોગ કે ધનના ભંડાર ભરાયા
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામમાં રહેતા રાજુભાઇ પટોળિયા કે જે વિકલાંગ છે અને તેવો તેના બાપ દાદાના ખેતરમાં ખેતી કરી રહ્યા છે. રાજુભાઇ શરીરથી વિકલાંગ છે પરંતુ મન અને વિશ્વાસમાં મજબૂત છે.
નરેશ ભાલિયા/રાજકોટ: ગુજરાતનો ખેડૂત દિવસેને દિવસે પ્રગતિસિલ બનતો જાય છે અને કોઈ પણ વ્યક્તિથી ઊતરતો નથી. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામના એક વિકલાંગ ખેડૂતે તો ઉદારણીય ખેતી કરીને સૌને પ્રેરણા પૂરી પાડી છે. રાજુભાઇ પટોળિયા નામના ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરીને મોટી કમાણી કરી છે.
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામમાં રહેતા રાજુભાઇ પટોળિયા કે જે વિકલાંગ છે અને તેવો તેના બાપ દાદાના ખેતરમાં ખેતી કરી રહ્યા છે. રાજુભાઇ શરીરથી વિકલાંગ છે પરંતુ મન અને વિશ્વાસમાં મજબૂત છે. હમેશા બીજાથી કઈક અલગ કરવાની નેમને લઈને રાજુભાઇને ખેતીના વ્યવસાયમાં પણ કઈક અલગ કરવાની ઈચ્છાશક્તિને લઈને રાજુભાઇને તેના ખેતરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને પરંપરાગત રીતે વપરાતા રાસાયણિક ખાત્રને તિલાંજલિ આપીને તેવોએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી અને એક આશ્ચર્ય જનક પરિણામ સાથે મોટી કમાણી પણ કરે છે.
ગુજરાતમાં શીત લહેરને લઈને મહત્વપૂર્ણ એડવાઈઝરી, લોકોને થઈ શકે છે હાઈપોથર્મિયા!
રાજુભાઈના જણાવ્યા મુજબ ખેતરોની જમીનમાં સતત રાસાયણિક ખાતર નાખવાથી ખેતીની જમીનો બગડી જાય છે. જેને લઈને સતત ગાયના ગૌમૂત્ર સાથે અકડાંના પાનનો અર્ક સહિતના ઓસડિયાને મેળવીને જીવામૃત બનાવ્યું અને જંતુ નાશક તરીકે તેનો ઉપયોગ શરૂ કર્યો. સાથે સાથે ખાતર તરીકે પશુના ગોબર અને અન્ય જૈવિક વસ્તુનો ઉપયોગ કરીને તને ખાતર તરીકે ઉપયોગ કરવાનો શરૂ કર્યો હતું. જેને લઈને રાજુભાઈની જમીનની સુધારણા સાથે સાથે તેના ખેતી જણસીની ગુણવતા પણ સુધારી હતી અને મોટું ઉત્પાદન મળ્યું હતું. રાજુભાઇએ આ વર્ષ પ્રાકૃતિક રીતે તેના ખેતરમાં ચણા, એરંડા, મરચા, સહિતના પાકો પકાવ્યા હતા અને સામન્ય રીતે પાકતા પાકો કરતાં વધુ ઉત્પાદન લેવા સાથે સાથે મોટી આવક પણ મેળવી હતી.
ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: ઠંડીથી રક્ષણ મળે તેવું જેકેટ કે સ્વેટર પહેરાવાની છૂટ
બોરડી સમઢીયાળાના ખેડૂત રાજુભાઇ પટોળિયા પોતે તો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. સાથે સાથે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરણા આપે છે. તેના મત મુજબ રાસાયણિક ખાતરના ઉપયોગથી ખેતીની જમીનો બગડી રહી છે અને જમીનના મિત્ર એવા અળસીયાનો નાશ થઈ રહ્યો છે. જૈવિક ખેતીમાં જમીન સુધારવા સાથે સાથે પાકની ગુણવતા પણ સુધરે છે અને રસાયણ મુક્ત સારી ગુંવતના ખેત પાકનું ઉત્પાદન કરી શકાય છે.
બોરડી સમઢીયાળા અને આસપાસના અનેક ખેડૂતો રાજુભાઈએ કરેલ પ્રાકૃતિક ખેતીથી પ્રભાવિત થઈને રાસાયણિક ખાતર છોડીને પ્રાકૃતિક અને જૈવિક ખાતર તરફ વળી રહ્યા છે. સાથે સાથે તેવો પણ મોટા ઉત્પાદન સાથે સાથે મોટી આવક પણ મેળવી રહ્યા છે અને તેનો તમામ જશ રાજુભાઇ પટોળિયાને આપી રહ્યા છે.
મનફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરો ચેતે! આ ધંધો છોડો કાં તો ગુજરાત છોડો: ઋષિકેશ પટેલ
પ્રાકૃતિક અને જૈવિક ખેતી દ્વારા રસાયણીક ખાતરથી બગડી રહેલ ખેતીની જમીનોને સુધારવા સાથે રસાયણો વગરના ખેત પાકો એ આજની જરૂર બનીક ચૂકી છે. ત્યારે રાજુભાઇ જેવા ખેડૂતોમાંથી પ્રેરણા લઈને પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો થાય તે જરૂરી છે.