મૌલિક ધામેચા /અમદાવાદઃ મુખ્યમંત્રી સહાયના નામે ડમી એકાઉન્ટ ખોલીને કૌભાંડ આચરવાનું નેટવર્ક લોકડાઉંન બાદ સક્રિય થયું હોવાની શકાને પગલે માધવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી સામે આવી હતી. મૂળ અમદાવાદના અને લોકડાઉન દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રહેતા સીનિયર સિટિઝન મહિલાની જાણ બહાર બેન્કમાં ખાતું ખુલ્યું અને સહાયની રકમ જમા થયા બાદ ઉપડી પણ ગઈ. શું આ કૌભાંડ પાછળ કોઈ નેટવર્ક છે આ સમગ્ર મામલે પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના જાગૃત નાગરિક તરીકે આ સીનિયર સિટિઝને માધુપુરા પોલીસને જાણ કરી છે કે ગરીબ કલ્યાણ યોજનાના નામે સાયબર ગઠિયાઓ બારોબાર સહાય ઉપાડી રહ્યા છે.  કેમ કે ફરીયાદીના મોબાઈલમાં સહાયમાં મળેલા એક હજાર રૂપિયા હાથમાં તો ના આવ્યા અને તેમની જાણ બહાર રાજસ્થાનમાં તેમના નામનું બેન્ક એકાઉન્ટ ખોલ્યું અને સહાયની રકમ બારોબાર ઉપડી ગઈ.  વાત જાણે એમ છે કે લોકડાઉન દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ગરીબ લોકોને સહાય માટે એક હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં આપવા માટે ગરીબ કલ્યાણ યોજના બનાવવામાં આવી અને આ યોજનાનો લાભ ખરેખર જરુરિયાત મંદોને પહોંચે તે જરૂરી હતું. માટે રાશન કાર્ડ સહિતના તમામ દસ્તાવેજો અગાઉ ચકાસણી પણ કરવામાં આવી હતી. 


સુરતમાં હવે માસ્ક નહીં પહેરો તો ભરવો પડશે 500 રૂપિયાનો દંડ, કમિશનરે કરી જાહેરાત


તે દરમિયાન માધુપુરાના એક  સીનિયર સિટિઝન સહાય ન જરૂરિયાત નહીં હોવાનું લેખિતમાં આપ્યું, તેમ છતાં પણ એકાદ મહિના બાદ મોબાઈલમાં મેસેજ આવ્યો કે ગરીબ કલ્યાણ યોજનાના સહાય પેટે તમારા ખાતામાં એક હજાર રૂપિયા જમા કરવામાં આવેલા છે. આ જોઈ સીનિયર સિટિઝન દીકરાને વાત કરી જોકે દીકરો પોલિટિકલ પાર્ટીનું કાર્યકર્તા હોય આ યોજનામાં કૌભાંડની શંકા ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.  મહત્વનું છે કે લોકડાઉન દરમિયાન સીનિયર સિટિઝન ઓસ્ટ્રેલિયામાં અટવાયું હતા.


પરંતુ મોબાઇલમાં એક હજાર રૂપિયા સહાય પેટે જમા થયા હોવાની જાણ થતા કૌભાંડની શક્યતા લાગી અને એ બાબતે પોલીસમાં ફરિયાદ કરી હતી. જોકે પરિવારની વાત માનીએ તો પુરવઠા વિભાગના અધિકારીઓ સર્વે માટે ફ્લેટમાં અનેક જગ્યાએથી દસ્તાવેજો લઈ ગયા હતા અને સહાય ની જરૂરિયાત છે કે કેમ તે બાબતનું સર્વે પણ કર્યો હતો. પરંતુ અન્ય જરૂરીયાત મંદોને સહાયનાં રૂપિયા હજી સુધી નથી મળ્યા ત્યારે આ સુખી કુટુંબના ખાતામાં એક હજાર રૂપિયા જમા કેવી રીતે થયા? અને કોણ તેનો લાભ મેળવી ગયું? તે તપાસનો વિષય બન્યો છે.


આ ઘટનાને પગલે સતર્કતા દાખવી પરિવારે તો પોલીસને જાણ કરી છે. પરંતુ સવાલ એ થાય છે કે સાયબર ગઠિયાઓ આવા બોગસ દસ્તાવેજોના આધારે અન્ય કેટલા ગરીબોની સહાય રકમ ચાઉં કરી ગયા હશે? હાલ પોલીસે પણ આ બાબતે તપાસ શરૂ કરી છે ત્યારે તપાસના અંતે શું ખુલાસો સામે આવે છે તે જોવું રહ્યું.


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube