તેજસ દવે/મહેસાણા: ઉંઝાના કામલી ગામે અનોખી શુકન મેળાની પરંપરા યોજાય છે. પાણી ભરેલ ઘડા ઉપાડી શરીર ઉપર યુવાનો ઘૂઘરા બાંધે છે. ગામના યુવાનો ઘડો લઈને દોડતા વાદળીયા બને છે. વાદળીયા બનેલા યુવાનો પાણીના ઘડા પોતાના ઉપર નાખે છે. ત્યારબાદ વાદળીયા પરથી આગામી વર્ષનો વરસાદનો વરતારો નીકળે છે. વરસાદ અને ખેતી પાક ઉત્પાદન અંગે વરતારો કઢાય છે. ચૈત્રી સુદ સાતમ -આઠમના રોજ શુકન મેળો યોજાય છે. વાદળીયા, પર્યાવરણ, ફૂલો અને પક્ષીઓના અવાજ પરથી વરતારો કઢાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટકમાં કઇ પાર્ટીને મળશે કેટલી સીટો? Zee News ના ઓપિનિયન પોલે ચોંકાવ્યા


ઊંઝાના તાલુકા નાં કામલી ગામમાં દર વર્ષે ચૈત્ર સુદ સાતમ અને આઠમના દિવસે કામલી ગામમાં પરંપરાગત રીતે શુકનનો મેળો ભરાય છે. આ પરંપરા ઇન્દ્રદેવને રીઝવવા માટે તથા ભાવિ વર્ષના એંધાણ માટે માતાજી (બ્રહ્માણી માતા) પાસે શુકન મેળવવા માટે ઘણા વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે. 


ગુજરાતનો ફરી દેશમાં વાગ્યો ડંકો! સૌર-પવન ઊર્જા ક્ષમતામાં ઝળક્યું, આ રહ્યું લિસ્ટ


બત્રીસીના શુકન મેળા તરીકે ઓળખાતા આ મેળામાં માનવ મહેરામણની ઉપસ્થિતિમાં શ્રધ્ધા અને ભક્તિભર્યા વાતાવરણમાં જુદી જુદી રીતે શુકન જોઈ આવતા વર્ષનો વરતારો કરવામાં આવે છે જેમાં કામલીના શુકનમેળામાં સારા ચોમાસા માટે પાણી ભરેલા કુંભ (ઘેડ) ભરી ખેડૂત પુત્રો વાદળીયા બની શરીરે ઘૂઘરા બાંધી ગામમાં ફરી પલ્લી ઉપડવાના સ્થળે આવી એ પાણી પોતાના શરીર પર નાખે છે જેના આધારે ક્યા મહીનામાં કેટલો વરસાદ પડશે તે નક્કી કરાય છે.


સુરતમાં 3 વર્ષની બાળકી વિદેશીઓની જેમ બોલે છે કળકળાટ અંગ્રેજી, પુનર્જન્મ થયો કે પછી..


ત્યારબાદ બ્રાહ્મણના ઘરેથી પલ્લી ઉપાડવામાં આવે છે અને પક્ષીઓ સાથે ફૂલો ઉપરથી આગામી વર્ષનો વરતારો કાઢવામાં આવે છે. આ શુકન જોવા માટે આજુબાજુ ગામના લોકો પણ આવે છે. આવનાર વર્ષ ખેડૂતો માટે કેવું જશે એ નક્કી કરવામાં આવે છે. વર્ષોથી ચાલતી આવતી પરંપરાને જોવા માટે આજુબાજુ ગામડાઓમાથી લોકો ઉત્સાહથી આવે છે. આ શુકન રાત્રે ચોઘડીયા આધારિત ગામના તમામ સમાજના લોકો પણ શુકન જોવામાં જોડાય છે. 


PM મોદીના વધુ એક સ્વપ્નને મળી ઉડાન, અ'વાદમાં દેશની પ્રથમ સ્પેસ સિસ્ટમ ડિઝાઈન લેબ શરૂ