'ક્યારેય સ્કૂલમાં પણ નથી ગઈ કે ઘરમાં કોઇને અંગ્રેજી પણ નથી આવડતું', છતાં આ બાળકી બોલે છે કરકરાટ અંગ્રેજી

ઝી ન્યૂઝ/સુરત: તમે પુનર્જન્મ વિશેની અનેક કહાનીઓ સાંભળી હશે. પરંતુ આજે અમે તમને એક એવી ઘટના જણાવવા જઈ રહ્યા છીએ. જેણે સાંભળીને તમે પણ કહેશો આ શક્ય જ નથી. પરંતુ આ બન્યું છે. સુરતના અમરોલી વિસ્તારમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. 

1/7
image

એક બાળકીના પરિવારમાં કોઇને પણ અંગ્રેજી આવડતું નથી, પરંતુ પાપા પગલી ભરતી બાળકી શાળાએ પણ ગઈ નથી અને છતા અંગ્રેજી બોલે છે. એ તો બધુ સમજ્યા પણ જમતી વખતે કાંટાની ચમચીમાં ખાવાનું પસંદ કરે છે. બાળકી જે પ્રકારે અંગ્રેજીમાં વાત કરે છે તેને લઇને આડોશી પાડોશી સહિત સગા સંબંધીઓ પણ અંગ્રેજ કહીને બોલાવે છે.

2/7
image

હાલ આ બાળકીની ઉંમર સાડા ત્રણ વર્ષની છે. પરંતુ તે ગુજરાતી કે હિન્દી ભાષા નથી બોલતી માત્ર અંગ્રેજી ભાષા જ બોલી શકે છે. બાળકી અંગ્રજી ભાષા કયાથી શીખી ગઇ તેની કોઇને ખબર નથી. તેમના પિતા એક ડાયમંડ વર્કર છે અને માતા ગૃહિણી છે. આશ્ચર્યની વાત તો એ છે કે તેઓ ક્યારેય વિદેશ પણ ગયા નથી છતા આવો ચમત્કાર કઇ રીતે તે એક પ્રશ્ન છે.

3/7
image

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના અમરોલી છાપરા ભાઠા વિસ્તારમાં રહેતા એક પટેલ પરિવારમાં એવી બાળકીનો જન્મ થયો છે. જેની અંગ્રેજી ભાષાને લઈને પરિવાર સહિત આખેઆખી સોસાયટી મુંજવણમાં છે.

4/7
image

બાળકીના પિતાનું નામ પરેશ પટેલ અને માતાનું નામ નેન્સી બેન પટેલ છે. તેઓ અંગ્રેજી જાણતા નથી, જેના કારણે પોતાની બાળકીને ઉછેરવામાં ઘણી તકલીફો પડી રહી છે.

5/7
image

બાળકી જ્યારથી બોલતી થઇ છે ત્યારથી એ અંગ્રેજીમાં જ વાત કરે છે. બાળકી માત્ર અંગ્રેજી ભાષા જ નથી બોલતી, ખાવાની, સૂવાની અને સૂઈને ઉઠવાનો સમય પણ વિદેશી લોકોની જેમ છે. બાળકીના માતા પિતા બાળકીની ભાષા અને રહેણી કરનીને લઈને પુનર્જન્મ કે ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે.

6/7
image

7/7
image