ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદના સિંગરવામાં કરોડો રૂપિયાની જમીનની વારસાઇ માટે ખોટી મરણ નોંધ ઉભી કરી પૈસા પડાવવાનું કાવતરૂં રચનાર તલાટી, એડ્વોકેટ સહિતના પાંચ લોકો વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોઘવામાં આવી છે. પોલીસ તપાસ કરતા ખોટા મરણ સર્ટિફિકેટ બનાવવાનું ષડયંત્ર રચનાર એડ્વોકેટ સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ખોટા મરણ નોંધમાં ચેંડા કરનાર તલાટી ભૂગર્ભમાં ઉતરી ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંગરવામાં આવેલ સર્વ નંબર-474ના મૂળ માલિક ભીખાજી કલાજી ફુલાજી હતા. વર્ષ 2005માં ભીખાજીએ જમીનમાંથી ભાઇ-બહેનના વારસદારનો હક્ક કમી કરાવ્યો હતો. જેમાં ભીખાજીના સગાબેન લક્ષ્મીબેન વારસદાર હતા. પરંતુ વર્ષ 1970માં મરણ પામેલ હતા. જેમનો પુત્ર કોદરજી ઠાકોરને જમીનમાંથી માતા લક્ષ્મીબેનને હક્ક કમી કરતો હોવાનું એક સોંગદનામુ રજુ કરી રેવન્યુમાં કાર્યવાહી કરી હતી. ત્યાર બાદ ત્રણ વર્ષ પછી લક્ષ્મીબેનનો પુત્ર કોદરજી ખોડાજી મરણ પામેલ હતો.


તેવામાં વર્ષ 2009માં જમીનના મૂળ માલિક ભીખાજી કલાજીનું મોત નિપજ્તા વારસાદારમાં જમીન ભીખાજીના પુત્ર જાલમસિંહ ડાભીને મળી હતી. જેણે જમીન વર્ષ 2017માં અરવિંદ પટેલને રજિસ્ટ્રર્ડ વેચાણ દસ્તાવેજ કરી વેચી દીધી હતી. ત્યારબાદ વેચાણ દસ્તાવેજ સામે હક્ક મેળવવા માટે વાંધા અરજી મામલતદારમાં કરવામાં આવી હતી. તપાસ કરતા મૃતક લક્ષ્મીબેનના મૃતકના પુત્ર કોદરજી ખોડાજીના પુત્ર પ્રભાતજી કોદરજી વેચાણ દસ્તાવેજ સામે વાંધા અરજી કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં પોતાના હક્કનો હિસ્સો લેવા માટે મૃતક લક્ષ્મીબેનના મરણનો દાખલો રજુ કર્યો હતો. તે મરણનો દાખલો ખોટો બનાવ્યો હોવાનું તપાસમાં ખુલતા આખુ ષડંયત્ર બહાર આવ્યુ છે.


વાત કંઇક હવે એવી છે કે પૈસા પડાવવા માટે તલાટી, એડ્વોકેટથી લઇ ચાર લોકોની એક ટોળકી હોવાનું સામે આવ્યુ છે. આ ટોળકી જુની જમીનો કે વિવાદવાળી જગ્યા પર જમીના કોઇ વારસદારની સાથે વાધા અંરજી કરીને ષંડયત્ર રચે છે. આવી જ રીતે 
મૃતક લક્ષ્મીબેન પૌત્ર પ્રભાતજી કોદરજી પાસે એક વાંધા અરજી કરાવી હતી. જે વાંધા અરજી કરાવનાર એડ્વોકેટ જગદીશસિંહ ઉર્ફે જે.સી હતા. જેમણે મહેમદપુરા પંચાયતના તલાટી સેજલબેન લક્ષ્મીબેન વર્ષ 1970માં મરણ ગયેલ છે. પરંતુ મહેમદાપુરા પંચાયતમાં મરણ રજીસ્ટ્રરમાં ચેડા કરીને વર્ષ 1985માં મૃતક બાબો કમાભાઇ ભરવાડ નામનાં વ્યક્તિનું નામે ચેકી નાખીને લક્ષ્મીબેન નામ લખીને વર્ષ 1985માં મરણ પામેલની નોંધ કરીને ચેડા કર્યા હતા.


એટલું જ નહીં તલાટી સેજલબેન પટેલ લક્ષ્મીબેન બોગ્સ મરણ સર્ટિફિકેટ બનાવીને વાંધા અરજી કરી હતી. જેમાં એડ્વોકેટ જગદીશસિંહ, વેચેટિયો અંબાલાલ ઠાકોર અને વાંધા અરજી કરનાર પ્રભાતજીએ મળીને વેચાણ દસ્તાવેજ કરનાર અરવિંદ પટેલ પાસે 3 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જેમાં ઓઢવ પોલીસ દ્વારા અરજી આપવામાં આવી હતી અને પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે તલાટીથી લઇને એડ્વોકેટ દ્વારા બોગ્સ મરણ સર્ટિફિકેટ અને રજિસ્ટ્રરમાં ખોટી નોંધ કરીને પૈસા પડાવવાનું કાવતરું ઘડવામાં આવ્યુ છે. જેથી ઓઢવ પોલીસ એડ્વોકેટ જગદીશસિંહ, વેચટિયો અંબાલાલ અને પ્રભાતજીની ધરપકડ કરવામાં આવી છે.


પોલીસ તપાસ કરતા મહેમદાપુરા ફરજ બજાવતા તલાટી સેજલ પટેલ ભુર્ગભમા ઉતરી ગઈ છે, ત્યારે અગાઉ પણ તલાટી સેંજલ પટેલ સંસ્પેન્ડ કરવામાં આવી હતી. પોલીસ ધરપકડ કરેલ એડ્વોકેટ સહિત ત્રણ લોકોના રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી છે કે તલાટી અને એડ્વોકેટ મળીને અન્ય કેટલો લોકોના બોગ્સ મરણ સર્ટિફિકેટ બનાવી પૈસા પડાવ્યા છે તેની તપાસ શરૂ કરી છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...