જુનાગઢના વંથલીમાં પાક નિષ્ફળ જતા એક ખેડૂતે કરી આત્મહત્યા
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામે પરસોતમભાઈ પટેલ નામના વ્યક્તિએ પાક નિષ્ફળ જવાને કારણે પોતાની વાડીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
જુનાગઢઃ ચાલુ વર્ષે ભારે વરસાદ અને કોરોના મહામારીને લીધે ખેડૂત બમણા મારનો સામનો કરી રહ્યાં છે. ભારે વરસાદને કારણે અનેક જિલ્લામાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. ચાલુ વર્ષ ખેડૂતો માટે ખૂબ મુશ્કેલ બન્યું છે ત્યારે એક તરફ કોરોના મહામારીને કારણે ખેડૂતોના પાકને યોગ્ય ભાવ નથી મળી રહ્યાં. તો બીજી તરફ ચાલુ વર્ષે ભારે વરસાદના પગલે ખેડૂતોનો પાક ફેલ થયો હતો. આ વચ્ચે જુનાગઢમાં પાક નિષ્ફળ જવાને કારણે એક ખેડૂતે આપઘાત કરી લીધો છે.
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામે પરસોતમભાઈ પટેલ નામના વ્યક્તિએ પાક નિષ્ફળ જવાને કારણે પોતાની વાડીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. આ ઘટનાથી નાનકડા એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
બોટાદઃ પાટીદાર નેતા દિલીપ સાબવા ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે ખેસ પહેરાવી કર્યું સ્વાગત
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી ને કારણે જ્યારે બેરોજગારીની સંખ્યા વધી છે. ત્યારે ખેડૂતોને પણ આજીવિકાના એકમાત્ર સાધન સમી જમીનમાં ઉત્પાદન નિષ્ફળ જતા અને ખેડૂતોની હાલત કફોડી બની છે રાજ્ય સરકાર દ્વારા અનેક રાહત પેકેજો જાહેરાતો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી ખેડૂતોને આ સહાય ન મળી હોય તેવી વાતો પણ ખેડૂતો કરી રહ્યાં છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube