ખેડા: રાજ્યમાં આત્મહત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કપડવંજમાં પિતા અને પુત્રીએ ગળા ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. કપડવંજના રત્નાકર માતા રોડ પર આવેલ વિશ્વાસ આર્કેડ વીંગ નંબર પાંચમાં રહેતા પિતા પુત્રીએ આજે ગળાફાંસો ખાઈને મોત વહાલુ કર્યું છે. આ ઘટનામાં જાણવા મળ્યું છે કે પત્નીનું કોરોનામાં મૃત્યુ થતા પિતા પુત્રી એકલા રહેતા હતા. યુવકે સુસાઇડ નોટ લખી પત્નીનો ફોટા પાસે પહેલા દસ વર્ષે પુત્રીને ગળા ફાંસો આપ્યા પછી પોતે ગળાફાંસો ખાધો હોવાનું પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, પત્ની જીજ્ઞાબેનનું કોરોનામાં મૃત્યુ થયું હતું. ત્યારબાદ પિતા પુત્રી બંને એકલા રહેતા હતા અને ભાવીક ભાઈ એકલા હાથે દીકરીનો ઉછેર કરતા હતા. તે દરમિયાન ભાવિકભાઇ એ આજે પોતાના ઘરમાં વહાલ સોહી દીકરી જોયેલ ઉર્ફે જોલીને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા પછી તેમણે પણ મકાનની છત પરના ખીલે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ મોત વહાલુ કર્યું.


ભાવિકની પત્ની કોરોનામાં મૃત્યુ પામી હતી. જેથી પિતા પુત્રી એકલા રહેતાં હતાં. પુત્રીની ડેડ બોડીની બાજુમાં ભાવિકે તેમની સ્વર્ગસ્થ ધર્મપત્નીનો ફોટો મૂક્યો હતો. પુત્રી સી‌.ડી. ગાંધી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ધોરણ ત્રણમાં ભણતી હતી. જે દિવાળી પછી સ્કૂલે ગઈ નથી. 


ભાવિક પટેલે એ આ પગલું ભરતા પૂર્વે અંતિમ ચિઠ્ઠી લખી ઘરના ટેબલ પર મૂકી હતી જેમાં લખ્યું હતું કે, અમે પિતા - પુત્રી આ દુનિયામાં નથી રહેવાના, અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરશો. મારી પાસે કોઈ ઉપાય નહોતો. એટલે મેં આ પગલું ભર્યું છે. તો આપ સૌ અમને માફ કરશો. તેમ જણાવી ભાવિકે અંતિમ ચિઠ્ઠીમાં સાથે તેના સગા-વ્હાલાને જાણ કરવા માટે નામ અને મોબાઈલ નંબર ચિઠ્ઠીમાં લખ્યા હતા.


તે દરમિયાન કપડવંજ શહેર પોલીસને જાણ કરાતા તે દોડી ગઈ હતી અને પોલીસે પિતા પુત્રીના મૃતદેહ કબજે લઈ પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. ત્યારબાદ કપડવંજ શહેર પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.