નર્મદાઃ 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે પીએમ મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટને સફળ બનાવવા  જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવશે. આ સાથે સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વધુ એક આકર્ષણ ઉમેરવામાં આવશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર દુબઈની બુર્જ ખલિફા ઈમારતની માફક ફિલ્મ દર્શાવવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે 70 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ પણ આપી દીધો છે. જેમાં જર્મન ટેકનોલોજીથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ફિલ્મ બતાવવામાં આવશે. દુબઈની બુર્જ ખલિફામાં દરરોજ અલગ-અલગ પ્રોજેક્શન મેપિંગથી દર્શાવાતી ફિલ્મ તેમજ પ્રસંગોપાત વિવિધ ખાસ પ્રકારની થીમ પર દર્શાવાતી ફિલ્મની  જેમ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પણ ફિલ્મ બતાવવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અનાવરણને લઈને પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભારત ભવન અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી વ્યૂ પોઇન્ટ તથા કેવડિયા કોલોની સુધીના લગભગ 7 થી 8 કિલોમીટરના વિસ્તારને વિવિધ પ્રકારની લાઇટ અને રોશનીથી સજાવવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. સ્ટેચ્યૂની ફરતે 3 અલગ અલગ મોટા ટાવર ઉભા કરી દેવામાં આવ્યા છે. જેમાં એક પોલ પર 24 વ્હાઇટ ફ્રેઝર જયારે સામેના પોલ પર 50 થી વધુ લાઈટ લગાડવામાં આવશે. એક લાઈટ 1 હજાર વોટની હશે. લાઇટિંગના કામ માટે દુબઇની ખાનગી કંપનીને 1.23 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જે ખાસ પ્રકારની લાઈટ્સ લગાવશે..182 મીટર સુધી લાઇટિંગ દેખાય એવી લેસર લાઈટ નાખવામાં આવશે.


વાંચો ગુજરાતના અન્ય સમાચારો