ગાંધીનગરઃ દેશભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના 100થી વધુ કેસ સામે આવ્યા છે. તો બે લોકોના મોત પણ થયા છે. કેન્દ્ર સરકાર તથા રાજ્યની સરકારો કોરોના વાયરસનો સામનો કરવા માટે અનેક પગલાંઓ લઈ રહી છે. દેશના અનેક રાજ્યોમાં શાળા, કોલેજો,  સિનેમાઘરો બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક ઉચ્ચ સ્તરિય બેઠક યોજીને રાજ્યમાં આરોગ્યલક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્યભરમાં 16 માર્ચથી 29 માર્ચ સુધી શાળા, કોલેજો અને સિનેમાઘર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


રાજ્યમાં શાળા, કોલેજો અને સિનેમાઘરો બંધ
ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોરોના વાયરસના વ્યાપને રોકવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યભરમાં 16 માર્ચથી 29 માર્ચ સુધી તમામ શાળા, કોલેજો અને સિનેમાઘરો બંધ રહેશે. આ સાથે તમામ સ્વીમિંગ પુલ પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ જે બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે તે યથાવત રહેશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube