તૃષાર પટેલ/વડોદરા: મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં મંગળવારે બપોરે 2-45 વાગ્યાના અરસામાં પીડીયાટ્રીક વિભાગના એનઆઇસીયુમાં આગ લાગી હતી. એનઆઇસીયુ વોર્ડમાં 35 જેટલા માસૂમ બાળકોની સારવાર ચાલી રહીં હતી. ધુમાડાના ગોટેગોટા નીકળતાં બાળકોના પરિવારજનોના જીવ તાળવે ચોંટી ગયાં હતા અને હોસ્પિટલમાં ભારે દોડધામ મચી હતી. જોકે હોસ્પિટલના તબીબો સહીત સ્ટાફના અન્ય માણસોએ સમયસુચક્તા વાપરી એનઆઇસીયુમાં રહેલા બાળકોને તાત્કાલીક બહાર કાઢી અન્ય વોર્ડમાં શીફ્ટ કર્યાં હતા. જોકે આ દુર્ઘટનામાં કોઇ પણ બાળકને નુકશાન પહોંચ્યું ન હોવાનુ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ રાજીવ દેવેશ્વરે જણાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સયાજી હોસ્પિટલના પિડિયાટ્રીક વોર્ડ-17ના એનઆઇસીયુમાં 35 જેટલા બાળકોને સારવાર આપવામાં આવી રહીં હતી. તેવામાં આજે બપોરે એનઆઇસીયુ વોર્ડમાં અચાનક આગ લાગતાં ભારે દોડધામ મચી હતી. આગ લાગતાની સાથે જ ધુમાડાના ગોટેગોટા વળી જતા હોસ્પિટલમાં હાજર તબીબો, નર્સ અને અન્ય સ્ટાફના માણસો પોતાનો જીવ જોખમમાં મુકી બાળકોને બચાવવામાં લાગી ગયાં હતા. ધુમાડાના કારણે શ્વાસ રૂંધાતો હોવા છતાં તબીબો અને અન્ય કર્મીઓ એનઆઇસીયુમાં દોડી જઇ બાળકોને બહાર કાઢી રિક્ષા અને એમ્બ્યૂલન્સમાં બેસાડી હોસ્પિટલના બેબી રૂમ તેમજ તાત્કાલીક વિભાગમાં લઇ જવાયાં હતા.


નકલી પાસપોર્ટનો ઉપયોગ કરી ઓમાન જતા યુવકની અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત


એનઆઇસીયુમાંથી અન્ય વોર્ડમાં શીફ્ટ કરાયેલા બાળકોને કોઇને નુકશાન ન પહોંચે તે માટે તમામ જરૂરી સુવિધાઓ હોસ્પિટલ દ્વારા તાત્કાલીક ઉપલબ્ધ કરવામાં આવી હતી. બનાવને પગલે ફાયર બ્રીગેડના અને સ્થાનિક પોલીસને જાણ કરાતા તેઓ તાત્કાલીક સ્થળ પર પહોંચી બચાવ કામગીરીમાં જોડાયાં હતા. જોકે હોસ્પિટલના પીડિયાટ્રીક વોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ પ્રાથમિક તારણ જાણ મળ્યું હતું. જો કે આગની ઘટનાની જાણ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર ડો.જીગીષાબેન શેઠ પણ હોસ્પિટલના બાળ રોગ વિભાગ ખાતે આવી પહોંચ્યા હતાં.


અમદાવાદ: 4 ઈંચ વરાસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ


ઘટનાની જાણ વહીવટીતંત્રને થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો હોસ્પિટલના બાળ વિભાગ ખાતે દોડી આવ્યો હતો આ ઉપરાંત સયાજી હોસ્પિટલના સત્તાધીશો અને સિનિયર ડૉક્ટર્સની ટીમ પણ સારવાર વિભાગમાં ફાયર ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. જે યુનિટમાં આગની ઘટના સામે આવી હતી ત્યાં સારવાર લઈ રહેલા 35 જેટલા બાળ દર્દીઓને તાત્કાલિક રૂકમની ચેનાની પ્રસુતિગૃહમાં આવેલ એન.આઈ.સી.યુ યુનિટમાં ખસેડાયા હતાં.


રાજ્ય સરકારે વાહનચાલકોને આપી રાહત, દંડની રકમમાં કરાયો ઘટાડો
 
ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા કલેક્ટર પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.તેઓએ સુરક્ષિત રીતે ખસેડાયેલા બાળકોની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને બાળ દર્દીઓના પરિજનો સાથે વાત પણ કરી હતી. આ ઘટના ખૂબ ગંભીર છે. પરંતુ તબીબોની સમયસૂચકતા અને ફાયર વિભાગની પ્રસંશનીય કામગીરીને પગલે સારવાર લઈ રહેલા તમામ બાળ દર્દીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. જો કે શોર્ટ સર્કિટને કારણે લાગેલ આગના બનાવ અંગે જરૂરી તપાસ કરી કસૂરવાર સામે પગલાં લેવાની વાત પણ કલેકટરે જણાવી હતી.


LIVE TV :