અમદાવાદ: 4 ઈંચ વરાસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ

શહેરમાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અમદાવાદ શહેરમાં ગત 4 ઈંચ જેટલો વરાસદ પડ્યો હતો. દોઢ કલાકમાં 1.5 ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મંગળવારે વહેલી સવારથી ભારે વરસાદ શરૂ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ: 4 ઈંચ વરાસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ

અમદાવાદ: શહેરમાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અમદાવાદ શહેરમાં ગત 4 ઈંચ જેટલો વરાસદ પડ્યો હતો. દોઢ કલાકમાં 1.5 ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મંગળવારે વહેલી સવારથી ભારે વરસાદ શરૂ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોનું વાતાવરણ છવાયેલું છે. શહેરના વટવામાં 1.5 ઇંચ, મણીનગરમાં એક ઇંચ, ઓઢવમાં અને વિરાટનગરમાં અડધો ઇંચ તથા ચાંદખેડામાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે.

વરસાદને લઈને પૂર્વના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. હાટકેશ્વર સર્લક બેટમાં ફેરવાયું છે. તો ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીઓમાં લોકોના ઘરોના ઓટલા સુધી પાણી ભરાયા છે. સીટીએમ ઓવરબિજના છેડે કુશાભાઉ ઠાકરે હોલની સામે વરસાદી પાણી ભરાયા છે. ઘોડાસર પુનિત રેલવે ફાટક પાસે વરસાદી પાણી ભરાયા છે. 

પૂર્વ વિસ્તારના ઈશનપુરની અનેક સોસાયટીઓ પાસે વરસાદી પાણી ભરાયા છે. મણિનગર જવાહર ચોક પાસે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સીટીએમ જામફળવાડી વિસ્તારની નીચાણવાળી કેનાલ નજીકની સોસાયટીઓમાં પણ વરસાદના પાણી ભરાયા છે. ઈશનપુર વિસ્તારમાં મિલ્લતનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. તો વસ્ત્રાલ વિસ્તારના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે.

રાજ્ય સરકારે વાહનચાલકોને આપી રાહત, દંડની રકમમાં કરાયો ઘટાડો

મણિનગર ગોરના કુવા વિસ્તારમાં અનેક જગ્યાઓ ભારે વરસાદથી પાણીપાણી થઈ ગયા છે. જોકે આ માર્ગ પર શ્રી શારદાબેનની વાડીથી કેનાલ સુધી નાંખવામા આવેલી વરસાદી પાણીના નિકાલની લાઈન લાખોના ખર્ચ બાદ પણ ખરા સમયે ચાલુ ના કરાતા વરસાદી પાણીનો ભરાવો થયો છે. 

ભારે વરસાદને કારણે હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાતા વરસાદી પાણી આઈ શ્રી ખોડિયાર મંદિર(વાવ)મા સકુંલની અંદર ફરી વળ્યા છે. મંદિરની અંદર દર્શન માટે આડશો મૂકીને શ્રદ્ધાળુઓને રોકવામાં આવી રહ્યાં છે. બહારથી જ દર્શન કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. મંદિર સત્તાવાળાઓ દ્વારા મંદિર સકુંલમાં ભરાયેલ વરસાદી પાણી ઉલેચવા પોતાની જાતે જ હેવી પમ્પ લગાવી નિકાલ ચાલુ કરાયો છે.

રાજકોટમાં છેલ્લા 70 વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ, તમામ જળાશયો છલકાયા

મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 24 કલાક દરમિયાન ભારે વરસાદ શરૂ થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. થોડા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. અમદાવાદના શ્યામલ ચાર રસ્તાથી લઇને પ્રહલાદનગર ચાર રસ્તા ભારે વરસાદ શરૂ થતા રોડ પર પાણી ભરાયા હતા.

પશ્વિમ બંગાળાની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થતા અગામી બે દિવસ સમગ્ર ગુજરાતામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહ કરી છે. ત્યારે રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ થઇ રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લોકોના હાલ બેહાલ થયા છે.

LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news