ચેતન પટેલ/સુરત: શહેરમાં છેડતી અને દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રેપ અને છેડતીનું ઘટના બન્યાના ગણતરીના સમયમાં જ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી પણ થાય છે. પરંતુ નરાધમોને કાયદાનો કોઈ ડર ન રહ્યો હોય તેવું લાગે છે. આ કહેવાનું કારણ એવું છે કે સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આરજેડી પાર્કમાં નવનિર્મિત બિલ્ડિંગમાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. 21 વર્ષના નરાધમે બાળકીને ઉઠાવી લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને હાલ બાળકીની સારવાર હોસ્પિટલમાં ચાલે રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારે વરસાદની ચેતવણી, હીટવેવથી મળ્યો છુટકારો, હવામાન વિભાગે આપ્યા ખુશીના સમાચાર


જો કે, પોલીસે આ નરાધમની ધરપકડ પણ કરી છે ત્યારે આ ઘટનાની સાથે સાથે અન્ય એક આવી જ ઘટના સુરતના રાંદેર વિસ્તારમાં સામે આવી છે. જેમાં એક રીક્ષા ચાલકે વિદ્યાર્થીનીને ઉઠાવી લઈ જઇ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ રાંદેર પોલીસ દ્વારા રિક્ષાચાલકની ગણતરીના સમયમાં ધરપકડ પણ કરવામાં આવી છે. 


સ્ટેટ GST વિભાગનો ગુજરાતભરમાં સપાટો: 40 સ્થળો પર દરોડા પાડતા કરોડોની કરચોરી ઝડપાઇ


સુરતના રાંદેર વિસ્તારની આ ઘટના છે. રાંદેરના સંતનામ સર્કલ પાસે આઠ વર્ષની વિદ્યાર્થીની ટ્યુશન ક્લાસ પતાવીને ઘરે આવી રહી હતી. તે સમયે એક એક રિક્ષાચાલક આ વિદ્યાર્થીનીની પાસે આવ્યો અને રીક્ષામાં બેસવા જણાવ્યું. વિદ્યાર્થીની રિક્ષામાં નહિ બેસતા તેણી નો હાથ ખેંચી તેને રિક્ષામાં બેસાડી આ રીક્ષા ચાલક વિદ્યાર્થીને અવાવરું જગ્યા પર લઈ ગયો હતો અને ત્યારબાદ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા. ત રીક્ષા ચાલકે બાળકીને અલગ અલગ વિસ્તારમાં ફેરવી હતી અને પછી બાળકીને રસ્તા પર ઉતારી ભાગી છૂટ્યો હતો. 


જામનગરમાં જર્જરિત બિલ્ડિંગે ત્રણનો ભોગ લીધો; પતિ-પત્ની અને બાળકનું મોત, 5 ઈજાગ્રસ્ત


આ ઘટના બાદ બાળકી હેબતાઈ ને ઘરે પહોંચી હતી અને રડવા લાગી હતી. દીકરી ને રડતા જોતા પિતા ગભરાય ગયા હતા અને શું થયું તે અંગે પૂછપરછ કરી હતી. બાદમાં બાળકીએ પોતાની સાથે થયેલી આપવીતી અંગે પિતા ને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા જ પીતા રાંદેર પોલીસ મથકે પહોંચ્યા હતા અને અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે રાંદેર પોલીસે પોતાની ટીમ વર્ક આઉટમાં લગાવી દીધી હતી.પોલીસે સ્થાનિક હોમગાર્ડ ને પણ તપાસમાં જોડી હતી.આસપાસ ના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસ આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરી હતી. 


જાણવા જેવો કિસ્સો! શરીરસુખ માણ્યા બાદ નક્કી કરેલા રૂપિયાની માંગણી કરતા હેતલને મળ્યું


સીસીટીવી ફુટેજમાં માત્ર રીક્ષા ની આગળ ની સાઈડ પર ફક્ત લાલ પટ્ટી લાગેલ હોઈ તે જ દેખાતું હતું અને રીક્ષા ચાલક નો ચહેરો પણ દેખાતો ન હતો. પોલીસ માટે આ કેસ બલાઇન્ડ હતો. પોલીસની અલગ અલગ ટિમ વિસ્તારોમાં ફરી હતી. દરમિયાન કોન્સ્ટેબલ લાલજીભાઈ ને લાલ પટ્ટા વાળી રીક્ષા જોવા મળી હતી. બાદમાં તાત્કાલિક ટિમ સાથે જઇ રીક્ષા ચાલક ઉઝફા મહમદ આરીફ બટલર ની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછ માં જાણવા મળ્યું હતું કે આ ઘટના બાદ ઉઝેફા પોતાના ઘરે પહોંચ્યો હતો અને પોતાનો શર્ટ ધોવા માટે વોશિંગ મશીનમાં નાખ્યો હતો કે જેને લઈને પોલીસ તેના સુધી નહીં પહોંચી શકે . 


અંબાલાલ પહેલીવાર ખોટા પડ્યા! પણ વરસાદની આ આગાહી સાચી ઠરી તો ગુજરાતના નીકળશે છોતરા!


આરોપી બાળકી સાથે દુષ્કર્મ કરવાની ફિરાકમાં જ હતો. પરંતુ તેને કોઈ અવાવરું જગ્યા મળી ન હતી જેથી તે બાળકી ને રસ્તા પર છોડી ભાગી છૂટ્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપીએ અગાઉ વર્ષ 2019 માં પણ આ જ રીતે એક નાની બાળકી સાથે અડપલા કર્યા હતા અને તેના વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તેની ધરપકડ પણ કરી હતી.


રથયાત્રાની સ્પેશિયલ-56 ટીમની ચારેબાજુ પ્રશંસા! 72 પરિવારના ચહેરા પર સ્મિત રેલાવ્યું!