મુસ્તાક દલ/જામનગર: શહેરમાં રખડતા પશુઓનો આતંક સતત યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે જામનગર શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં એક રખડતા શ્વાને ચાર વર્ષના માસુમ બાળકને ફાડી ખાધા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા બાળકને હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે તંત્ર સામે ફરીથી એક સવાલ ઉઠી રહ્યો છે કે શહેરમાં રખડતા પશુઓનો આતંક ક્યારે સમાપ્ત થશે...?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની ખૂબ જ ડરામણી આગાહી; એક બે નહીં, ગુજરાતના આ નદીઓમાં આવશે વિનાશક પૂર!


જામનગરમાં રખડતા કૂતરાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ગત રાત્રે જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ મહારાજા સોસાયટીમાં માત્ર 4 વર્ષનો માસૂમ બાળક અસદ બસીરભાઇ કકલને કૂતરાએ માથામાં, પગ તથા કાનમાં ફાડી ખાધો હતો. ત્યારબાદ બાળકને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બાળકની હાલત ખૂબ જ ગંભીર છે. હાલ વધુ સારવાર માટે તે હરીમ (ગોકુલ) હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ત્યારે જામનગરના શેરીજનો માંગ કરી રહ્યા છે કે શહેરમાંથી રખડતા પશુઓનો આતંક ક્યારે સમાપ્ત થશે.


ગામમાં પાણી કે પાણીમાં ગામ! ધોધમાર વરસાદના કારણે આ પંથકમાં લોકોને આવ્યો રોવાનો વારો


ગત રાત્રે જામનગર શહેરના કાલાવડ નાકા બહાર મહારાજા સોસાયટીમાં માત્ર 4 વર્ષના માસૂમ બાળકને કૂતરાએ ફાડી ખાધુ હતું. જે કૂતરાએ બાળકના માથામાં, પગ તથા કાનમાં કરડી ખાધા પછી સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બાળકની હાલત ખૂબ જ ગંભીર છે. હાલ વધુ સારવાર માટે તેને જામનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.


પાવાગઢ મંદિરમાં દર્શન માટે જાઓ તો ધ્યાન રાખજો, વાહનો માટે લેવાયો આ મોટો નિર્ણય