જમવામાં મીઠું નાખવા બાબતે થયેલી બબાલમાં એક મિત્રએ બીજાની હત્યા કરી નાખતા ચકચાર
વાત કરીએ કુડસદના મુન્ના એજન્સી વિસ્તારમાં ૬૫ વર્ષીય આધેડ કોન્ટ્રાકટરની હત્યાનો ભેદ સુરત ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પણ આરોપીની પુછપરછમાં ચોકાવનારી વિગત બહાર આવી છે. જો કે હત્યારાઓ કોણ હતા, કેવી રીતે કરી હત્યા, કેમ કરી હત્યા અને હત્યા બાદ પોલીસને ગુમરાહ કરવા ઘટના સ્થળ પર પુરાવા પણ પેદા થયા હતા. જો કે આખરે શાતીર પોલીસની ગીરફતમાં આવી ચુક્યો છે.
સુરત : વાત કરીએ કુડસદના મુન્ના એજન્સી વિસ્તારમાં ૬૫ વર્ષીય આધેડ કોન્ટ્રાકટરની હત્યાનો ભેદ સુરત ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પણ આરોપીની પુછપરછમાં ચોકાવનારી વિગત બહાર આવી છે. જો કે હત્યારાઓ કોણ હતા, કેવી રીતે કરી હત્યા, કેમ કરી હત્યા અને હત્યા બાદ પોલીસને ગુમરાહ કરવા ઘટના સ્થળ પર પુરાવા પણ પેદા થયા હતા. જો કે આખરે શાતીર પોલીસની ગીરફતમાં આવી ચુક્યો છે.
આ ત્રણ દિવસ ગુજરાત બની જશે કાશ્મીર, બહાર નીકળ્યા તો ઠંડીથી ઠુંઠવાયા સમજો
કુડસદ ગામની હદમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. હત્યારો બીજો કોઈ નહી પણ મિત્ર જ નીકળ્યો હતો. મૃતકના ઘરે વેળાએ થયો ઝગડો અને તીક્ષણ હથિયારથી મિત્રને યમસદન પોહચાડી દીધો છે. હત્યા બાદ આરોપીએ પોલીસને ગુમરાહ કરવા માટેના પુરાવા ઉભા કર્યા છે. લાશ નજીક નિરોધ, મહિલાની ચંપલ અને બંગડી નાખી હતી. પોલીસ મહિલાના એન્ગલ પર શરૂઆતમાં તપાસ કરતી રહી છે. આરોપી લોહી વાળા કપડા નાશ કરી ભાગી જવાની કરી રહ્યો હતો. હત્યારો મિત્ર તો ખરો પણ મૃતકના મકાનમાં ભાડુઆત તરીકે વરસોથી રહેતો હતો. શાતીર આરોપીના દિમાગ કરતા પોલીસનું દિમાગ તેજ નિકળ્યું હતું. પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા આરોપી પોપટ બની ગયો હતો. આખી હત્યાની ઘટના ઓકી નાખી હતી. આરોપીના કાબુલનામાં બાદ પોલીસે કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. આરોપીએ મૃતક ફોન નજીકની ગટરમાં નાખ્યો હતો એ પણ મળી ગયો અને હત્યામાં વપરાયેલા હથિયાર પણ મળી આવ્યા હતા.
પાણીના ભાવે પેટ્રોલ: જો આ પ્લાન્ટ સ્થપાઇ ગયો તો ગુજરાતમાં પાણીના ભાવે મળશે પેટ્રોલ...
સુરત ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસના જાપ્તામાં ઉભેલા આરોપીઓ વિનુભાઈ પુંજા ભાઈ પરમાર મૂળ જામ્બરવાળા ગામ,અમરેલી અને હાલ કેટલા વરસોથી મુન્ના એજન્સીમાં વાલજી કાકાની રૂમમાં રહેતો હતો. આ વીનું પર ઘર માલિકની હત્યાનો આરોપ છે. ૧૪ ડીસેમ્બર ૨૦૨૧ ની રાત્રે ઘર માલિક વાલજી સોલંકી અને આરોપી વીનું સાથે ઘરમાલિક (મૃતક ) વાલજી સોલંકીના ત્યાં જમવા બેઠા હતા. જમતી વેળાએ કોઈ સામાન્ય બાબતે ઝગડો થતા વીનું પરમારે વાલજી સોલંકીના શરીર અને ચહેરા પર એક પછી એક તીક્ષણ હથિયારના ઘા મારી મોતને ઘાત ઉતારી ફરાર થઇ ગયો હતો.
પેપર લીક કરનારા ગદ્દારોના ચહેરા જુઓ, જેમાંનો એક છે સરપંચની ચૂંટણીનો ઉમેદવાર
આરોપી વીનુ પરમાર એટલો ચાલાક છે કે, વાલજી સોલંકીની હત્યા બાદ મૃતકની લાશ નજીક મહિલાની બંગડીઓ, ચંપલ અને કોન્ડમ મૂકી પોલીસ તપાસ ગુમરાહ કરવાનો પ્રી-પ્લાન હતો. કેમકે જે રીતે ઘર માલિકની હત્યા કરી ત્યારે આરોપી પાસે હથિયાર ક્યાંથી આવ્યા. આરોપી હત્યાના ઈરાદે જ આવ્યો હતો અને ઠંડા કલેજે હત્યાને અંજામ આપી પોતાના વતન ભાગે એ પહેલા હાઇવે પરથી કીમ પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ જીલ્લા એલ.સી.બી,એસ.ઓ.જી અને કીમ પોલીસની આકરી તપાસ શરુ થતા આરોપી ભાંગી પડ્યો હતો. પોતાનો ગુનો કબુલી લીધો હતો. આરોપી સાચો છે કે ખોટો એ માટે પોલીસે આરોપીને સાથે રાખી આખી ઘટનાનું રી-કન્ટ્રકશન કરાવતા આરોપીએ મૃતકનો મોબાઈલ જે ગટરમાં નાખ્યો હતો એ મળી આવ્યો હતો. હત્યામાં વપરાયેલા હથિયાર અને લોહીથી ખદબદ આરોપીના કપડા મળી આવતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
પંચમહાલ કંપની બ્લાસ્ટ દુર્ઘટનામાં 5 ના મોત, બે કામદારો હજી પણ કાટમાળમાં મિસિંગ
હત્યા કરનાર આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે. જો કે આરોપી અને મૃતક વચ્ચે મિત્રતા હતી. મૃતક ઘર માલિક હતો અને આરોપી ભાડુઆત એટલે મિત્રતા બંધાઈ હતી. જોકે એક સામાન્ય બાબતે થયેલા ઝગડામાં મિત્ર જ હત્યારો બની ગયો. કહેવાય છે કે ગુસ્સો મુસીબત નોતરે છે. ક્ષણીક આવેલો ગુસ્સો ઘણીવાર મોટી મુસીબત લઈને આવે છે. આવા જ ગુસ્સાની આગમાં મિત્ર હથિયારો બની ગયો અને આજે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube