પેપર લીક કરનારા ગદ્દારોના ચહેરા જુઓ, જેમાંનો એક છે સરપંચની ચૂંટણીનો ઉમેદવાર

88 હજાર ઉમેદવારોના ભવિષ્ય સાથે ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારીએ જ ચેડાં કર્યાનો પર્દાફાશ થયો છે. પોલીસને હાથ લાગ્યા પેપર લીકમાં પસંદગી મંડળના અધિકારીની જ સંડોવણી હોવાના પુરાવા હાથ લાગ્યા છે. સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, પોલીસને હાથ લાગ્યા ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારી/અધિકારીની સંડોવણીના પુરાવા હાથ લાગ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ સાથે સંકળાયેલા કર્મચારીની સીધી મિલીભગત સામે આવી છે. મંડળના જ કર્મચારી આ મામલે સામેલ હોવા અંગે તપાસ ચાલી રહી છે. જયેશ પટેલને પેપર પહોંચાડનાર મંડળ સાથે જોડાયેલ હોવાનું તપાસમાં સામે આવ્યુઁ છે. તેથી પોલીસે એ દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા છે.

મૌલિક ધામેચા/અમદાવાદ :88 હજાર ઉમેદવારોના ભવિષ્ય સાથે ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારીએ જ ચેડાં કર્યાનો પર્દાફાશ થયો છે. પોલીસને હાથ લાગ્યા પેપર લીકમાં પસંદગી મંડળના અધિકારીની જ સંડોવણી હોવાના પુરાવા હાથ લાગ્યા છે. સૂત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, પોલીસને હાથ લાગ્યા ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારી/અધિકારીની સંડોવણીના પુરાવા હાથ લાગ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ સાથે સંકળાયેલા કર્મચારીની સીધી મિલીભગત સામે આવી છે. મંડળના જ કર્મચારી આ મામલે સામેલ હોવા અંગે તપાસ ચાલી રહી છે. જયેશ પટેલને પેપર પહોંચાડનાર મંડળ સાથે જોડાયેલ હોવાનું તપાસમાં સામે આવ્યુઁ છે. તેથી પોલીસે એ દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા છે.

1/8
image

2/8
image

પેપર લીક મામલામાં જેમ જેમ એક પછી એક ધડાકા થઈ રહ્યા છે તેમ માહોલ ગરમાયો છે. પોલીસે જાહેર કરાયેલા 10 નામમાંથી એક આરોપી ગ્રામ પંચાયત ચૂંટણીનો ઉમેદવાર હોવાનું તપાસમાં ખૂલ્યુ છે. મહેન્દ્રભાઈ એસ પટેલ નામનો પેપરલીક કૌભાંડમાં સામેલ આરોપી પ્રાંતિજના પોગલુ ગામે હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીનો ઉમેદવાર છે. તેના સરપંચના ઉમેદવાર તરીકેના પોગલુ ગ્રામ પંચાયતમાં બેનર લાગ્યા છે. ત્યારે હવે પેપર લીક કૌભાંડ મામલો વધુ ગરમાય તેવી શક્યતા છે. 

3/8
image

4/8
image

5/8
image

6/8
image

7/8
image

8/8
image