ગુજરાત શું ગાંજાનું હબ બનશે! વહેલી સવારે અહીં શાકભાજીની સાથે થાય છે ગાંજાનું વેચાણ
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા અને શહેરી વિસ્તારમાંથી અગાઉ ગાંજાનો મોટા પ્રમાણમાં જથ્થો પકડાઈ ચૂક્યો છે, ત્યારે આ સમગ્ર ષડયંત્રની સુરત સુધીની લીંક ખુલી હતી.
હિમાંશુ ભટ્ટ/મોરબી: જિલ્લામાં ગાંજાનું હબ વાંકાનેર હોય તેવો ઘાટ સર્જાયો છે. કેમ કે, અવારનવાર ત્યાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપાતો હોય છે. તેવામાં મોરબી એસઓજીની ટીમ દ્વારા ગાંજાની રેડ કરવામાં આવી હતી. ત્યારે લક્ષ્મીપરામાં રહેતી મહિલા સહિતના બે આરોપીઓની પોલીસે 10 કિલો ગાંજા સહિત કુલ મળીને 1.18 લાખનો મુદામાલ સાથે ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં વધુ ત્રણ આરોપીના નામ સામે આવતા પોલીસે તેને પણ ઝડપી લીધેલ છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા અને શહેરી વિસ્તારમાંથી અગાઉ ગાંજાનો મોટા પ્રમાણમાં જથ્થો પકડાઈ ચૂક્યો છે, ત્યારે આ સમગ્ર ષડયંત્રની સુરત સુધીની લીંક ખુલી હતી. તેમ છતાં પણ ગાંજાનું વેચાણ હજુ પણ વાંકાનેર શહેરી વિસ્તારની અંદર થતું હોય તેવી બાતમી મળી હતી. જેના આધારે મોરબી જિલ્લા એસઓજીની ટીમ દ્વારા વાંકાનેરમાં રેડ કરવામાં આવી હતી.
'રામ રાખે તેને કોણ ચાખે': નવજાત શિશુને ખેતરમાં કોઈ દાટી ગયું, હલચલ થતાં ખોદ્યું તો જીવિત બાળકી નિકળી
વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં ગાંજાની રેડ કરી હતી, ત્યારે પોલીસે 10 કિલો ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો અને મહિલા આરોપી જુબેદાબેન ઉર્ફે જુબીબેન હનીફભાઇ માડકીયા જાતે ઘાંચી (60) અને ગુલાબનબી ઉર્ફે લાલો નુરમામદભાઇ ઉર્ફે નુરાભાઇ મકવાણા જાતે ઘાંચી (31) રહે. બન્ને વાંકાનેર લક્ષ્મીપરા શેરી નં-3 વાળાની ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે 1,00,000 નો ગાંજો તથા રોકડા રૂપિયા 15500, ઇલેકટ્રીક વજન કાંટો જેની કિંમત 200, બે મોબાઇલ 2500 રૂપિયા અને પ્લાસ્ટીકની કાળી કોથળીઓ મળીને પોલીસે 1,18,200/- નો મુદામાલ કબજે કર્યો હતો.
આ આરોપીઓની પૂછપરછમાં જેના નામ સામે આવ્યા હતા તે આરોપી અલીમામદભાઇ હનીફભાઇ માડકીયા જાતે ઘાંચી, ઇરફાન નુરમામદ મકવાણા અને નુરમામદ હાજીભાઇ મકવાણા જાતે ઘાંચી રહે. બધા જ વાંકાનેર લક્ષ્મીપરા વાળાને ઝડપી લેવામાં આવ્યા છે અને માલ આપનાર અબ્દુલ યુસુફભાઇ સૈયદ રહે. મફતીયા પરા અંબાજી ચોક સુરેન્દ્રનગર વાળાને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.
Gujarat Election 2022: કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું; આગામી ચૂંટણીમાં ભાજપનો CMનો ચહેરો કોણ હશે?
હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એકટની કલમ 8(સી), 20 (બી), 29 મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. આ આરોપીઓ શાકભાજીની સાથે વહેલી સવારે ગાંજાનું વેચાણ કરતાં હોવાની સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube