ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં રાતના સમયે શહેરીજનોની સુરક્ષાની જવાબદારી હોમગાર્ડ અને પોલીસ જવાનોને શિરે હોય છે. જોકે એક હોમગાર્ડ જવા ને રક્ષક બનીને ભક્ષક નું કામ કર્યું છે. રાજસ્થાનથી અમદાવાદ ફરવા આવેલી યુવતીએ હોમગાર્ડ જવાનની મદદ માંગી અને જવાને મદદના નામે તેની પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે હોમગાર્ડ આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છૂટ્યા આદેશ! ગુજરાતમાં વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે થશે, આ તારીખ પછી રિપોર્ટ


પોલીસે ધરપકડ કરેલો શખ્સ કોઈ રીઢો ગુનેગાર નહીં, પરંતુ એક હોમગાર્ડ જવાન છે. શહેર પોલીસની સાથે મળીને શહેરીજનોની રક્ષા કરવી આ હોમગાર્ડ જવાનની જવાબદારી હતી. પરંતુ તેને ભક્ષકનું કામ કર્યું છે. આ આરોપીનું નામ અક્ષય રાઠોડ છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો રાજસ્થાનના ઉદયપુરમાં રહેતી 24 વર્ષીય યુવતી 11 મી મેના રોજ અમદાવાદમાં ફરવા આવી હતી.


બાગાયતનો સોથ વળ્યો! અન્નદાતા પર આફત બની વરસેલા વરસાદનો આ છે રિપોર્ટ, ખેડૂતોની હાલત..


12મી મેના રોજ અમદાવાદ પહોંચ્યા તે રિવરફ્રન્ટ, વૈષ્ણોદેવી મંદિર, ગાંધી આશ્રમ અને કાંકરિયા જેવી અલગ અલગ જગ્યાઓ પર ફરી હતી. રાત્રે 10 વાગ્યા આસપાસ રાજસ્થાન પરત જવા માટે ગીતામંદિર એસટી સ્ટેન્ડ પહોંચી હતી. ત્યાં જમવા જતા ઉદેપુર ખાતે જતી બસ નીકળી ગઈ હતી. આસપાસના લોકોએ તેને ચિલોડાથી ઉદેપુરની બસ મળી જશે તેવું કહેતા તે રિક્ષામાં બેસીને ચિલોડા બાજુ પહોંચી હતી. જ્યાં હોમગાર્ડ જવાન અક્ષય રાઠોડનો પોઇન્ટ હતો અને હોમગાર્ડ જવાન વર્ધીમાં હોય રાતનો સમય હોય યુવતીએ તેના પર વિશ્વાસ કરી મદદ માગી હતી. 


દર્દીના શરીરને ત્રણ દિવસથી કીડી-મંકોડા ખાતા...વલસાડ સિવિલ હોસ્પિટલે માનવતા નેવે મૂકી


યુવતીએ અક્ષય રાઠોડને જગ્યાનું નામ પૂછતા સરદારનગર નોબલ ટર્નિંગ હોવાનું જણાવ્યું હતું. જેથી તેણે ઉદેપુરની ટ્રાવેલ્સ બસ ક્યાંથી મળશે તેમ પૂછતા હોમગાર્ડ જવાને નાના ચિલોડાથી બસ મળશે તેવું જણાવતા યુવતીએ તેને ત્યાં મૂકી જવાનું કહેતા હોમગાર્ડ જવાન તેને પોતાના વાહન પર નાનાચિલોડા રીંગરોડ ખાતે મુકવા ગયો હતો. જોકે ત્યાં પણ ઉદયપુર જવાની બસ ન મળતા યુવતીએ અક્ષય રાઠોડને નજીકની કોઈ હોટલ હોય તો બતાવવાનું કહેતા તે નરોડા રીંગરોડ પાસે રાધે આર્કેડમાં આવેલી એરોસ હોટલમાં લઈ ગયો હતો. 


ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ! આ APMCમાં પૈસા લઈને ભરતી થઈ હોવાના આક્ષેપથી ખળભળાટ


મોડી રાત થઈ ગઈ હોય પોતે પણ હોટલના રૂમમાં રોકાઈ જશે અને અડધું ભાડું આપશે, તેવું યુવતીને જણાવતા યુવતી પાસે પૈસા ઓછા હોવાથી તેણે હા પાડી હતી અને બંને જણા એક જ રૂમમાં રોકાયા હતા. હોટલમાં યુવતી બેડ પર જ્યારે અક્ષય રાઠોડ નીચે પથારી કરીને સુઈ ગયો હતો. મોડી રાત્રે 2:30 વાગે આસપાસ હોમગાર્ડ જવાન અક્ષય રાઠોડ એ બેડ પર જઈને યુવતી સાથે અડપલા કર્યા હતા. યુવતીએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીએ તેનું મોઢું દબાવીને શારીરિક સંબંધ બાંધ્યા હતા અને સવારે 5:00 વાગે આસપાસ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. 


60 તાલુકામાં રસાતાળ! 4 દિવસ છે ખતરનાક આગાહી, આખા ગુજરાતમાં આંધી સાથે તૂટી પડશે વરસાદ


આ ઘટનાને લઈને યુવતી આઘાતમાં સરી પડી હતી. જોકે બપોરે તે ભાનમાં આવતા પરિવારનો સંપર્ક કર્યો હતો. અંતે આ બાબતને લઈને નરોડા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે ઘટનાની ગંભીરતા લઈને નરોડા પોલીસે ગુનો દાખલ કર્યા બાદ તરત જ હોમગાર્ડ જવાન અક્ષય મધુભાઈ રાઠોડની ધરપકડ કરી છે. તે નરોડા વિસ્તારનો રહેવાસી છે અને તે નોબલનગર વિસ્તારમાં રાત્રીના સમયે હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે અને દિવસે TRB જવાન તરીકે કામ કરે છે. આરોપી પોતે પરિણીત છે અને તેને દોઢ વર્ષનું બાળક છે. આ ઘટનાને લઈને નરોડા પોલીસે હાલ તો આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.