જૂનાગઢ : GSRTC માં ફરજ બજાવતા ટ્રાફીક ઇન્સપેક્ટર અને એક મહિલા કંડક્ટર વચ્ચેની વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થઇ રહ્યો છે. આ ઓડિયો ક્લિપમાં અધિકારી દ્વિઅર્થી ભાષામાં મહિલા કંડક્ટર પાસે આડકતરી રીતે બિભત્સ માંગણી કરી રહ્યો છે. ઓડિયો ક્લિપ વાયરલ થતાની સાથે જ જૂનાગઢ એસટી વિભાગ હરકતમાં આવ્યું હતું. એસટીના વિભાગીય નિયામક દ્વારા તત્કાલ ટ્રાફિક ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દીધા છે. આ ઉપરાંત એસટી વિભાગનાં મહિલા સેલને જવાબદારી સોંપી દેવાઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vadodara માં ચાર કિલો સોનાની દિલધડક ચોરી, રાજકોટના સોનીને ચા-નાસ્તો 2 કરોડમાં પડ્યોં


1 મિનિટ અને 50 સેકન્ટની કથિત વાતચીતનો ઓડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. એસટી ડેપોના ટ્રાફિક ઇન્સપેક્ટર અને હાલ જૂનાગઢના લાઇન ચેકિંગ સ્ટાફના ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા રામકુભા  ગઢવી અને મહિલા કંડક્ટર વચ્ચેની અંદાજે બે મિનિટની વાતચીતની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે. 


સાબરમતીમાંથી કોરોના વાયરસ મળવા મુદ્દે AMC એ હાથ ઉંચા કરી દીધા, કહ્યું અમને કંઇ ખબર નથી


ટ્રાફિક ઈન્સપેક્ટર અને મહિલા કંડકટર વચ્ચેની વાતચીત...
અધિકારી- હલ્લો
મહિલા કંડકટર- હા બોલો બોલો રામકુભાઈ
અધિકારી- બુકીંગ થઈ ગયું?
મહિલા કંડકટર- હે
અધિકારી- એ બુકીંગ થઈ ગયું કહું
મહિલા કંડકટર- હા બુકીંગ થઈ ગયું હો, હવે તો ઉતરવાના છીએ
અધિકારી - કેટલે પહોંચ્યા ?
મહિલા કંડકટર- અહીં પહોંચ્યા ખીજદળ
અધિકારી- મારા લાયક કંઈ સેવા હોય તો ફરમાવજો, કંઈપણ XYZ
મહિલા કંડકટર- હા હા
અધિકારી- મુંઝાવાનું નહીં બરાબર
મહિલા કંડકટર- ના ના કહીશ ને
અધિકારી- ક્યારેક વાત કરવી હોય તો કેજે મજા આવે, તને તકલીફ ન પડે તેમ હોય તો કેજે
મહિલા કંડકટર- હેં
અધિકારી- આપણે દૂધમાં સાકર ભળે તેમ ભળી જાશું, બરાબર છે, તને તકલીફ ના પડે તેમ તું કહે તેમ બરાબર. મારી પાસે નથી કોઈ બરાબર છે, દૂધમાં સાકર ભલે તેમ ભળી જશું
અધિકારી- તું તો પછી કંઈક કે, ગ્રીન સિગ્નલ મળે તો પછી ખબર પડે ને?
મહિલા કંડકટર - હું કંઈ સમજતી નથી, તમે અધિકારી થઈને આવી વાત કરો છો, મને સમજણ નથી પડતી
અધિકારી- કંઈ નહીં કંઈ નહીં, એવું હોય ને તો કેવું, બરાબર છે
મહિલા- એવું કંઈ એસટીનું કામ હોય તો કહીએ ને
અધિકારી- ગમે ત્યારે...ગમે ત્યારે કંઈપણ કા્મકાજ હોય ને તો રીંગ કરવી બરાબર છે, હા બીજું કંઈ હોય તો કહેજે
મહિલા- ભલે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube