તેજસ દવે/મહેસાણા : શહેરમાં  કેન્દ્ર સરકારના CAA ના નવા બિલને આજે ભારે ઉમળકા સાથે વધવવામાં આવ્યું હતું.  જેમાં સમગ્ર ઉત્તર ગુજરાત સહિત અમદાવાદના તમામ શરણાર્થીઓએ ઢોલના તાલે નાચી સંસાદ જુગલજી ઠાકોરનો આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શરણાર્થીઓ હાજર રહીને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા દરેક સમાજ જે CAAમાં સમાવેશ કરવા માટે ખાસ બિલને લઈને વર્ષોથી કેન્દ્ર સરકાર સામે મીટ બાંધીને બેઠેલા આ તમામ શરણાર્થીઓ આજે ખુશીનો કોઈ પાર રહ્યો નથી. વર્ષો બાદ તેમના ભારતમાં કાયમી રહેણાંક હવે બનાવી શકે તે માટેનો પ્રયાસ આ નવા CAA બિલ થકી તેમનું સપનું આજે સાકાર થયું છે. જે પગલે આજે તેમને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. બીજી બાજુ ઢોલના તાલે ઝૂમીને પાકિસ્તાનની યાતનાને વાગોળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા જામનગર ખાતે સ્વચ્છ સમુદ્ર હેઠળ કરાશે દિલધડક કરતબ


ભાજપની ભારત સરકારના સરાહનીય CAAના નિર્ણયનો મહેસાણામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને મૂળ હિન્દૂ જાતિના અને પાકિસ્તાની શરણાર્થીઓમાં આજે ખુશીનો માહોલ જોવાયો હતો. જેમાં CAAના કાયદામાં તેમને હવે ભારતમાં કાયમી રહેવા મળશે તેનો આનંદ દેખ્યો હતો. જ્યારે આજે મહેસાણાના સંસાદ જુગલ ઠાકોરનો આભાર માનવા માટે ખાસ કાર્યક્રમ રખાયો હતો. જેમાં સાંસદ જુગલ ઠાકોરના ફાર્મ હાઉસ પર મોટી સંખ્યામાં ભારત માતા કી જય નો નારો લગાવી મન ભરીને  શરણાર્થીઓ ઢોલના તાલે જુમ્યા હતા. પાકિસ્તાનીના હિન્દૂ હવે ભારતમાં કાયમી રહી શકશેની ખુશી મહેસાણામાં આજે ખાસ જોવા મળી. જેમાં સમગ્ર ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતના 500થી અધિક શરણાર્થીઓ મહેસાણા આવ્યા હતા. સંસાદ જુગલ ઠાકોર સહિત કેન્દ્રની સરકાર અને પી.એમ. મોદીના કાર્યથી શરણાર્થીઓ મહેસાણામાં રહેવાની ખાતરી સાથે આભાર વ્યક્ત કર્યો. હતો.


CAB વિશે ઉશ્કેરણીજનક લખાણ લખનાર MSUનાં 5 વિદ્યાર્થીઓની ધરપકડ, 2 ફરાર


એક તરફ આજે આવા પરિવારો જે ભારત સાથેની આત્મીતા સાથે રહેતા હતા. તે તમામ વ્યક્તિઓ આજે બાળકોના ભવિષ્ય સાથે આજે નિશ્ચિત છે. જે જોતા આજે આ બિલનો ભલે વિરોધ થતો હોય, પણ આ બિલ કોઈના પરિવાર માટે આશિષ રૂપ નીવડશે તેમ કહીએ તો નવાઈ નહિ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube