અંબાજીઃ દેશભરમાં જાણીતા ગુજરાતના ગરબા હવે ખરા અર્થમાં ગ્લોબલ બન્યા છે. UNESCOએ ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરીને ગરબાનું ગૌરવ વધાર્યું છે. મૂળ મા અંબેના નામથી પ્રચલિત બનેલા ગરબા ગુજરાતની આગવી ઓળખ છે. ત્યારે આ ગરબા હવે ગુજરાતમાં જ સીમિત ન રહેતા દેશ ઉપરાંત દુનિયામાં હોટફેવરિટ બન્યા છે. જેની નોંધ યુનેસ્કો દ્વારા પણ લેવાઈ છે ત્યારે અંબાજીમાં ગરબા રમી ઉજવણી કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય સંસ્કૃતિનું ગુજરાત રાજ્ય લોકનૃત્ય ગરબાને યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાતા યાત્રાધામ અંબાજી ખાતે ચાચરચોકમાં ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનેસ્કોની જાહેરાત બાદ ચાચરચોકમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના ચાચરચોકમાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ગરબાનું ભવ્ય કાર્યક્રમ યોજી જે ગરબા ને હેરિટેજ ની અંદર સમાવેશ કરાયો છે તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.


આ પણ વાંચોઃ હવે ગુજરાતમાં નકલી ઓપરેશનનું કૌભાંડ! પરિવાર નિયોજનના ઓપરેશનમાં પોલંપોલ


આજના આ ઉજવણી કાર્યક્રમને બનાસકાંઠા જિલ્લા યુવા વિકાસ અધિકારી સહીત ટેમ્પલ ઇન્સ્પેકટરે અંબાજી ભાજપા મંડળના પ્રમુખ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સાથે અંબાજીની આદિવાસી આશ્રમ શાળાની બાલિકાઓ દ્વારા ગરબાનું લોકનૃત્ય રજૂ કર્યું હતું. મોટી સંખ્યામાં સ્થાનિકો સાથે યાત્રિકોએ નિહાળી ભારે આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે યુનેસ્કો દ્વારા ગરબા લોક નૃત્યની હેરિટેજમાં સ્થાન પામતા તેનું LIVE ટેલિકાસ્ટ કાર્યક્રમ પણ લોકોએ નિહાળ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube