અમદાવાદ: નાગોરીવાડમાં જૂથ અથડામણ થતા ટોળાએ કાર સળગાવી, થયો પથ્થરમારો
શહેરના શાહપુર વિસ્તાર ખાતે આવેલ નાગોરીવાડમાં શનિવારે મોડી સાંજે બે જુથ વચ્ચે અથડામણ થઇ મળતી માહિતી પ્રમાણે પુલવમામાં થયેલા આતંકવાદી હુમલાના શહિદોને શ્રધધાંજલી આપવા માટે કેટલાક લોકો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવમા આવ્યું હતું જે દરમ્યાન કોઇ અ ટીખળ કરતા હોબાળો થયો હતો.
ગૌરવ પટેલ/ અમદાવાદ: શહેરના શાહપુર વિસ્તાર ખાતે આવેલ નાગોરીવાડમાં શનિવારે મોડી સાંજે બે જુથ વચ્ચે અથડામણ થઇ મળતી માહિતી પ્રમાણે પુલવમામાં થયેલા આતંકવાદી હુમલાના શહિદોને શ્રધધાંજલી આપવા માટે કેટલાક લોકો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવમા આવ્યું હતું જે દરમ્યાન કોઇ અ ટીખળ કરતા હોબાળો થયો હતો.
બીજી તરફ નાગોરીવાડથી લગ્નનો વરઘોડો પસાર થઇ રહ્યો હતો કેન્ડલ માર્ચની ટીખળના પગલે વરઘોડામાં દોડધામ મચી ગઇ હતી. અને નાગોરી પોલીસ ચોંકી ખાતે બે જુથ વચ્ચે સામસામે પથ્થર મારો શરૂ થયો હતો .ઉશ્કેરાયેલા ટોળાએ એક ગાડીને આગ ચાંપતા ગાડી બળીને ખાખ થઇ ગઇ હતી.
ભાજપમાં દુકાળમાં અધિકમાસ જેવી સ્થિતિ, કાર્યકરોનો ફંડ માટેનો ટાર્ગેટ ‘ફિક્સ’
જુથ અથડામણના મેસેજ મળતા જ સેક્ટર 1 પોલીસ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સિનિયર અધિકારીઓ અને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યો હતા. પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે ટોળાંને વિખેરવા માટે 5 ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. બે કલાકની મેરેથોન કામદારી બાદ મામલો શાંત પડતા પોલીસે નાગોરીવાડ વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરી 20થી વધુ લોકોની અટકાયત કરી હતી. જેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.